ઇ-મેમો ના ભર્યો હોય તો ગુજરાતીઓ ચેતી જજો..

ઇ-મેમો ના ભર્યો હોય તો ગુજરાતીઓ ચેતી જજો. કારણ કે વડોદરામાં 28 હજારથી વધુ વાહન ચાલકોને ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે. વડોદરામાં 13 મે સુધીમાં ઇ-મેમો ભરી દેવા તાકીદ કરવામાં આવી છે. જો કોઈ વાહનચાલક ઇ-મેમો નહીં ભરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઇ-મેમો નહીં ભરનાર સામે કરાશે કાર્યવાહી
વડોદરામાં 1 કરોડ 33 લાખના ઇ-મેમોની વસૂલાત બાકી છે. શહેરમાં 28 હજારથી વધુ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોએ દંડ ભર્યો નથી. તેમને ઇ-મેમો ભરવા માટે 13 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. વાહન ચાલકોએ આગામી 13મી તારીખ સુધીમાં બાકી ઇ-મેમા ભરી દેવા તાકીદ કરાઈ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે પડતર ઇ-મેમો સંદર્ભે નોટિસ ઈશ્યુ કરી છે. ઇ-મેમો નહીં ભરનાર સામે કાયદેસરની કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *