ગરીબોને મળશે આવાસ, સર્વે શરૂ
દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024-25 થી 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી છે. વિકાસ કમિશનરે તમામ સીઈઓને પીએમ આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વેયરોની નોંધણી કરાવવા જણાવ્યું છે.
આ પણ વાંચો: *હવામાન વિભાગનું તાજું બુલેટિન : ચક્રવાત એલર્ટ*