ઈન્દિરા ગાંધી પર અમારો પણ અધિકાર છે, તે માત્ર રાહુલ ગાંધીની દાદી નથીઃ કંગના રનૌત
અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. ઈન્દિરા ગાંધી પર આધારિત તેમની ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝ પહેલા તેમણે પૂર્વ વડાપ્રધાન વિશે કહ્યું હતું કે તેઓ માત્ર રાહુલ ગાંધીના દાદી નહીં પરંતુ દેશના વડાપ્રધાન હતા. હિમાચલ પ્રદેશના મંડીની સાંસદ કંગનાએ કહ્યું કે ઈન્દિરા ગાંધી ખૂબ જ લોકપ્રિય હતા. તેમણે કહ્યું કે લોકો માત્ર મોદીજીને ભગવાનનો અવતાર માનતા નથી, ઈન્દિરા ગાંધીનું પણ એવું જ હતું, લોકો તેમને ચંડીનો અવતાર માનતા હતા. કંગનાએ એમ પણ કહ્યું કે તે ઈન્દિરા ગાંધીના જીવનમાંથી પણ શીખે છે.