હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે છોકરીઓ માટે લગ્નની કાયદેસર ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરી દીધી છે. બિલ વિધાનસભામાં પાસ થઈ ગયું છે અને હવે તેને રાજ્યપાલને મોકલવામાં આવ્યું છે. રાજ્યપાલની મંજૂરી બાદ અહીં છોકરીઓના લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ થશે. હિમાચલ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જ્યાં છોકરીઓના લગ્નની કાયદેસર ઉંમર વધારવામાં આવી છે. અન્ય રાજ્યો પણ આનું અનુસરણ કરી શકે છે.