ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ મોકલી છે. સોનિયા ગાંધીના ‘સાર્વભૌમત્વ’ના નિવેદન પર ખડગેને નોટિસ જારી કરવામાં આવી છે. સોનિયા ગાંધીનું આ નિવેદન કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, ‘કોંગ્રેસ કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતતા માટે જોખમ ઊભું કરવા દેશે નહીં.’ ભાજપે આ પોસ્ટ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
ચૂંટણી પંચે ખડગેને નોટિસ ફટકારી.
