200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી બસ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જણાવી દઈએ કે, મુસાફરોથી ભરેલી બસ રોડ પરથી લપસીને 200 મીટર ઉંડી ખીણમાં પડી ગઈ છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. અને 26થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમાં ઘાયલ થયેલા 9 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના સવારે 10:30 વાગ્યે થઈ હતી. આ લોકોને સારવાર માટે જીએમસી સરકારી મેડિકલ કોલેજ ડોડામાં રીફર કરવામાં આવ્યા છે.