*કુમકુમ મંદિર ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ – સત્સંગ સભા યોજાઈ.*

*કુમકુમ મંદિર ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ – સત્સંગ સભા યોજાઈ.*
*સંસારમાં સુખનો છાંટો છે અને ભક્તિનું સુખ તો આનંદનો મહાસાગર છે.- સાધુ પ્રેમવત્સલદાસજી*

તા. ૯ – ૬ – ર૦ર૪ ને રવિવારના સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે સત્સંગ સભા યોજાઈ હતી અને ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૭ પારાયણો યોજાઈ હતી. આ પ્રસંગે ધ્યાન, ભજન, કીર્તન કરવામાં આવ્યા હતા. શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ “હરિ ભજતાં સુખ હોય” એ વિષય ઉપર પ્રવચન કર્યા હતા.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, ભગવાનનું ભજન કરીને, મનુષ્ય જન્મને સાર્થક કરી લેવો જોઈએ. જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે પણ તેનું આગમન અનિશ્ચિત છે.

આજ વર્ષે, આજ મહીને, આજ દિવસે, આજ કલાકે પણ એ આવી શકે છે. અરે ! આજ મિનિટે પણ આવી શકે છે. જગત ક્ષણભંગુર છે. પદાર્થ ક્ષણમાત્રમાં નાશ પામી જાય. કમળનાં પાંદડાં પર પાણીનાં ટીપાંની જેમ આયુષ્ય સડસડાટ પસાર થઈ જાય છે.

ઊઠ્યા, જાગ્યા, ન્હાયા, ખાધું – પીધું, મોજ કરી અને મરી ગયા… આ સંસારની વાસ્તવિકતા છે. જીવનમાં જોઈએ થોડું
અને દોડવાનું ઝાઝું ! સંસારમાં સુખનો છાંટો છે અને દુઃખ તો દરિયા જેવું છે,જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિનું
સુખ તો આનંદનો મહાસાગર છે. તેથી આપણે મૃત્યુ આવ્યા પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીને મૃત્યુને સુધારી લેવું જોઈએ.શાશ્ચત સુખ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાથી જ પ્રાપ્ત થાય છે. તેથી ધ્યાન કરવું જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *