ચૂંટણી બહિષ્કારના એલાનથી શરૂ થયું રોડનું બાંધકામ, મતદાન પૂરુ થતાં જ કરી દીધુ બંધ, ક્યાં બની આ ઘટના?

ચૂંટણી બહિષ્કારના એલાનથી શરૂ થયું રોડનું બાંધકામ, મતદાન પૂરુ થતાં જ કરી દીધુ બંધ, ક્યાં બની આ ઘટના?

ગુરુગ્રામ સેક્ટર-38ના લોકોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારની કરી હતી જાહેરત
જાહેરાત બાદ મ્યુનિસિપલ કમિશનરે તમામ સમસ્યાનું સમાધાન લાવવાનું આપ્યું હતું આશ્વાસન
લોકોએ એમની વાત માની કર્યું મતદાન, મતદાન પૂરુ થતાં જ બંધ કરી દીધુ કામ
હરિયાણા, 28 મે: લોકસભા ચૂંટણીના બહિષ્કારના એલાન બાદ ગુરુગ્રામ સેક્ટર-38માં શરૂ થયેલ રોડનું બાંધકામ મતદાન થતાં જ બંધ થઈ ગયું હતું. આરડબ્લ્યુએનો આરોપ છે કે કોર્પોરેશને ચૂંટણી પહેલા ખોટા આશ્વાસન આપીને રોડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ 25મી મેના મતદાન બાદ ફરીથી કામ બંધ કરી દીધું હતું. હવે સેક્ટરના લોકો મહાપાલિકા સામે ગુસ્સે ભરાયા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તાઓનું નિર્માણ કાર્ય અધુરુ હોવાથી સેક્ટરના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સેક્ટરની સમસ્યાઓના નિરાકરણ માટે આરડબ્લ્યુએએ મ્યુનિસિપલ કમિશનરને માંગણી પત્ર આપવાનું નક્કી કર્યું છે. સેક્ટર-38ના આરડબ્લ્યુએના વડા સજ્જેશ ગુલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તેમના સેક્ટરમાં પાણીની અછત, સ્ટ્રીટ લાઇટ નથી, ગટર જામ અને તૂટેલા રસ્તાઓને કારણે બહુજ ખરાબ સ્થિતિ છે. કોર્પોરેશનના અધિકારીઓને સતત ફરિયાદ કરવા છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતાં તેઓએ 26 એપ્રિલે ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી હતી.

મ્યુનિસિપલ કમિશનરે તમામ સમસ્યાનું સમાધાન લાવવાનું આપ્યું હતું આશ્વાસન

સેક્ટરના ગેટ પર ચૂંટણી બહિષ્કાર અંગેના બેનરો વગેરે પણ લગાવવામાં આવ્યા હતા. આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ.બલપ્રીત સિંહે સેક્ટરના લોકો સાથે બેઠક કરી હતી. બેઠકમાં તેમણે ચૂંટણી પહેલા સેક્ટરની તમામ સમસ્યાઓ દુર કરવાની ખાતરી આપી હતી.

પાણીની સમસ્યા પણ એમની એમ જ

આરડબ્લ્યુએના વડા સજ્જેશ ગુલિયાએ જણાવ્યું હતું કે કોર્પોરેશને એક વર્ષ પહેલાં સેક્ટરમાં નવું બુસ્ટિંગ સ્ટેશન બનાવ્યું હતું, પરંતુ આજદિન સુધી સેક્ટર-47થી જીએમડીએ મેઇન લાઇનનું કનેક્શન મળ્યું નથી. ચૂંટણી બહિષ્કારની જાહેરાત બાદ કોર્પોરેશનના અધિકારીઓએ ચૂંટણી પહેલા કનેકશન અપાવવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી તેમ કર્યું નથી. લોકોના ઘરોમાં પાણીની વ્યવસ્થા પણ નથી. લોકોને ટેન્કરથી મોંઘા ભાવે પાણી ખરીદવાની ફરજ પડી રહી છે.

કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું

સજેશ ગુલિયાએ જણાવ્યું હતું કે કોર્પોરેશને 18 મેથી સેક્ટરના રોડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. અગાઉ સેક્ટરમાં સ્ટ્રીટ લાઇટ બદલવાની અને નવી લગાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. 25મી મે સુધીમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ત્રણથી ચાર રસ્તા બનાવી દીધા હતા, પરંતુ વોટિંગ બાદ કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું હતું.

કોન્ટ્રાક્ટરે ચૂંટણીને કારણે કામ બંધ કર્યું છે, સેક્ટરના તમામ રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવશે: સંજીવ ગુપ્તા

ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજીવ ગુપ્તાએ કહ્યું કે કોન્ટ્રાક્ટરે ચૂંટણીને કારણે કામ બંધ કરી દીધું છે. સેક્ટરના તમામ રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવશે. ટેન્ડરમાં આપેલી તમામ કામગીરી પૂર્ણ થયા બાદ જ કોન્ટ્રાક્ટરના બીલ ચૂકવવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *