સુરતમાં આમ આદમી પાર્ટીને એક ઝટકો મળ્યો

ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન યોજાનાર છે તે પહેલા સુરતમાં આપને એક ઝટકો લાગ્યો છે. માલધારી સમાજના કાર્યકર્તાઓ આપ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. કાર્યકર્તાઓ પાર્ટીના નેતૃત્વ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, સેવા કરતા હોવા છતાં પણ પાર્ટી તરફથી કોઈ કદર કરવામાં આવતી ન હતી.