કર્ણાટક ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કોંગ્રેસને ‘કરપ્શન રેટ કાર્ડ’ની જાહેરાતને લઈને નોટિસ મોકલી છે. ભાજપની ફરિયાદ પર ચૂંટણી પંચે રાહુલ ગાંધી, ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાને કાનૂની નોટિસ મોકલી છે. જણાવી દઈએ કે ભાજપ પર નિશાન સાધતા કોંગ્રેસે અખબારોમાં ‘કરપ્શન રેટ કાર્ડ’ નામની જાહેરાત પ્રકાશિત કરી હતી. જેનો ભાજપે વિરોધ કર્યો હતો. ચૂંટણી પંચે કોંગ્રેસને રવિવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.