*તા. ૧૪ એપ્રિલના રોજ કુમકુમ મંદિર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે.* – *ડાયાબીટીસ – ઈ.સી.જી જેવા અનેક રીપોર્ટ ફ્રી કરી આપવામાં આવશે. – સાધુ પ્રેમવત્સલદાસજી*


સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર આરોગ્ય સહાય
કેન્દ્ર અને કેર એન્ડ ક્યોર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ – અમદાવાદ દ્વારા તા. ૧૪ એપ્રિલને રવિવારના રોજ સવારે ૯ – ૦૦ થી ૧ – ૦૦ નિષ્ણાંત ડૉક્ટર્સની ટીમ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

*આ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*,આ કેમ્પમાં અનેક રોગોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે. સાથે – સાથે આ કેમ્પમાં ડાયાબીટીસ, ઈ.સી.જી. હાડકાની ડેન્સીટીનો રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે.

આ કેમ્પના માધ્યમથી દર્દીઓને બ્લડના રીપોર્ટ, એક્સ-રે, સોનોગ્રાફી, એમ.આર.આઈ., મેમોગ્રાફી, સીટી સ્કેન ૩૦ ટકા રાહતદરે રીપોર્ટ કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ભાગ લેવા માટે ૯૬૩૮૭૦૭૦૦૦ WhatsApp અથવા SMSથી રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે.

આ કેમ્પમાં મણિનગરની ૧૦૦ બેડ ધરાવતી કેર એન્ડ ક્યોર હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરશ્રીઓ સેવા આપશે.

ડૉ. વિપુલ કુવાડ (ડૉ. તેજસ ગાંધીની ટીમ) ઓર્થોપેડિક, ટ્રોમા, સ્પાઈન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડૉ. કુંજન શાહ (એમ.ડી. ફીઝીશિયન), ડૉ. અર્પિત શાહ (નાક, કાન, ગળાના સર્જન) ડૉ. ભૌમિક ઠક્કર (ડેન્ટલ – ઈમ્પ્લાન્ટ – લેસર સર્જન), ડૉ. સગુનાબેન પરમાર (મેડીકલ ઓફિસર) સેવા આપશે.

દર્દીઓને ૩૦ ટકાના રાહત દરે રીપોર્ટ કરવાની સેવા શ્રી મુક્તજીવન પેથોલોજી લેબ, શ્રી મુક્તજીવન ઈમેજીંગ સેન્ટર, ગ્રીનક્રોસ પેથોલોજી એન્ડ મોલેક્યુલર લેબોરેટરી, રેડીશ્યોર ડાયગ્નોસ્ટીક્સ આપશે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *