અહિંસા રનિંગ રેસ ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ  ૧લી એપ્રિલ ૨૦૨૪.

અહિંસા રનિંગ રેસ
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૧લી એપ્રિલ ૨૦૨૪.

તા. 31 મી માર્ચ 2024 ને રવિવાર નાં રોજ
જૈન સમાજ દ્વારા અહિંસા ને
લક્ષ માં  રાખી ને વિવિધ વય નાં જુથો ની રનિંગ રેસ રાખવામાં આવી હતી. દસ કિલોમીટર, પાંચ કિલોમીટર
અને  સિનિયર સિટીઝનો માટે ત્રણ કિલોમીટર ની રનિંગ  રેસ  રાખવામાં આવી હતી.
આમાં અન્ય સમાજ નાં લોકો ને તથા અન્ય મિત્ર મંડળો ને  પણ  આમંત્રણ આપ્યું હતું.


લગભગ બે હજાર જેટલાં દોડવીરો  આમાં જોડાયાં હતાં. બધાં માટે દોડવું ફરજિયાત નહોતું. કેટલાંક લોકો રેલી  ની જેમ ચાલતાં હતાં. અમુક લોકો પોતાનાં
મિત્રમંડળ સાથે નિજાનંદ માં
મસ્તી  સાથે ડાન્સ પણ
કરતાં  હતાં. સૌએ પોતપોતાનાં પૈસે નવા ટી શર્ટો
ખરીદી ને પહેર્યા હતાં. સફેદ
પ્રિન્ટેડ ટીશર્ટ નો ડ્રેસ કોડ હતો. સૌએ  પોતપોતાની સાઈઝ પ્રમાણે ઓર્ડર લાવ્યો હતો. મેલકોટે વોકીંગ ક્લ્બ નાં જૈન  બંધુ પરેશભાઈ  શાહે
મયૂર પુરોહિત અને પોતાની
મિત્ર મંડળી ને આમંત્રણ આપ્યું હતું. સૌએ રાજીખુશી થી આ સરઘસ માં ભાગ લીધો હતો. જલવિહાર નામ નાં વિશાળ મેદાનમાં સૌ સવારે પાંચ વાગ્યે ભેગા થયા હતાં. અલ્પાહાર કરી ને સૌ
પોતપોતાનાં ગ્રુપમાં જોડાયા હતાં. જલવિહાર થઈ સંજીવ પાર્ક ગાર્ડન સુધી મેલકોટે ટીમે
ભાગ લીધો હતો. અંદાજિત
નવ વાગ્યે  આ લોકો સૌ છુટ્ટા પડ્યાં હતાં.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૧/૪/૨૦૨૪.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *