ચાર દિવસનાં મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે; અન્નક્ષેત્રો શરૂ થયા; રવેડીનાં જીવંત પ્રસારણ માટે છ એલઈડી સ્ક્રીન મુકાશે: પીવાના પાણી માટે 60 ટાંકીની વ્યવસ્થા: કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, સાંઈરામ દવે સહિતના અનેક કલાકારોનો લોકડાયરો: દરરોજ સાંજે-રાત્રે સંતવાણી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન: ગિરનાર ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવા વિશાળ રેલી: ત્રણેય અખાડાઓને આવેદન પત્ર.
આવતીકાલે તા.5-3-2024 મહાવદ નોમના ભવનાથ મહાદેવ મંદિરની ધ્વજા રોહણ બાદ વિધીવત રીતે ભવનાથ તળેટીનો મહાશિવરાત્રીનો મેળો ખુલ્લો મુકવામાં આવશે લાખોની સંખ્યામાં ભાવિકોને ધ્યાને લઈને રવેડીના જીવંત પ્રસારણ માટે 6 એલઈડી સ્ક્રીન મુકવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણી માટે 60 ટાંકીઓ 15 હાઈમાસ્ટ ટાવર 13000 લાઈટ, 6 મોબાઈલ ટાઈલેટ ઉભા કરવામાં આવ્યા છે.
આવતીકાલ 5 માર્ચથી 8 માર્ચ દરમ્યાન યાત્રીકોને પીવાનું પાણી મળી રહે તે માટે 36 કૂવાઓને કલોરીનેશન કરવામાં આવ્યા છે. અનેક સ્થળોએ 5000 લીટરની 60 ટાંકીઓ મુકી ઉતારા મંડળોને પાણીના કલેકશન આપવામાં આવ્યા છે. ચાર દિવસના આ મેળામાં લાઈટોની અગવડ ન પડે તે માટે લાઈટીંગ શાખા દ્વારા 15 હાઈમાસ્ટ ટાવર 3 હજાર ટયુબલાઈટ 500 એલઈડી બલ્બ 7 સ્થળોએ જનરેટર, મુકવામાં આવ્યા છે. વિખુટા પડેલા લોકોને પરીવાર સાથે મેળવવા દત્ત ચોક ખાતે પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરાયા છે.
સંતોનું સંમેલન મળ્યું
મહાશિવરાત્રીના મેળામાં બગીઓ ન રાખવામાં આવે અને બિન હિન્દુઓનો પ્રવેશ અટકે તે માટે કેટલાય દિવસથી કાર્યરત ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની અધ્યક્ષતામાં ગઈકાલે દામોદર કુંડ ખાતે વિશાળ સંમેલન યોજાયું હતું. સંમેલનને સંબોધતા મહેશગીરીબાપુએ કહ્યું હતું કે અહીં કોઈ ધર્મનો વિરોધ નથી અમારી લડાઈ પણ નથી પરંતુ વૈદિક હિન્દુ ધર્મના રક્ષણની વાત છે અને તેમાં અમે કોઈ કચાસ છોડીશું નહીં આ માંગણી વર્ષો જુની છે. પણ જુનાગઢ હંમેશા મોડુ જાગ્યુ છે. પણ હવે જાગી ગયું છે. તો અમારા નિર્ણયને માન મળે તોજ જંપીશું આ મેળો સનાતન વૈદિક હિન્દુઓનો છે તેમાં બીનહિન્દુઓનો પ્રવેશ માન્ય નથી. બગી બેન્ડવાજા કે કોઈ બિનહિન્દુઓના સ્ટોલ રાખવામાં નહીં આવે તે અમારો નિર્ણય છે. અને તેમાં અમે મકકમ છીએ.
ભજન-ભકિત અને ભોજનનાં ત્રિવેણી સંગમ સમા જુનાગઢ ભવનાથ તળેટીમાં પવિત્ર અને પારંપારિક મહાશિવરાત્રી મેળાનો કાલ તા.5મીથી પ્રારંભ થનાર છે ચાર દિવસ સુધી સંતો-મહંતો, દિગમ્બર સાધુઓની વિશાળ હાજરીમાં દેવાધિદેવ ભોળાનાથની આરાધના, પૂજન, અર્ચન સાથે લોકડાયરા- સંતવાણી અને મનોરંજન માટે લોકમેળાનું આયોજન વહીવટી તંત્ર અને અખાડાઓના સંયુકત ઉપક્રમે હાથ ધરાયું છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓ, મંડળો, ધાર્મિક જગ્યાઓ દ્વારા અન્ન ક્ષેત્રો, ઉતારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહા શિવરાત્રીએ રવેડી દરમિયાન દિગમ્બર સાધુઓના અંગ કસરતના દાવનું આ વર્ષે એલઈડીની વિશાળ સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે. આ વર્ષે સંતો મહંતોએ સનાતન ધર્મની પરંપરા મુજબ ઉજવવા વહીવટી તંત્ર અને અખાડાઓને આવેદન આપ્યું છે.
આવતીકાલે તા.5-3-2024 મહાવદ નોમના ભવનાથ મહાદેવ મંદિરની ધ્વજા રોહણ બાદ વિધીવત રીતે ભવનાથ તળેટીનો મહાશિવરાત્રીનો મેળો ખુલ્લો મુકવામાં આવશે લાખોની સંખ્યામાં ભાવિકોને ધ્યાને લઈને રવેડીના જીવંત પ્રસારણ માટે 6 એલઈડી સ્ક્રીન મુકવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણી માટે 60 ટાંકીઓ 15 હાઈમાસ્ટ ટાવર 13000 લાઈટ, 6 મોબાઈલ ટાઈલેટ ઉભા કરવામાં આવ્યા છે.
મહેશગીરી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે હું પહેલાથી જ કહું છું કે મેળામાં બગીઓ મોકલતા નહીં અને જો મોકલશો તો પાછી નહીં જાય આ મેળો સ્થાનિક સંતોને જ પ્રાધાન્ય મળે અને નિર્ણય પણ અને જ ચાલશે. આ લડત અહંકાર કે અસ્તિત્વની નથી, વૈદિક સનાતન ધર્મના રક્ષણની છે. એ અમારો ધર્મ છે ગીરનાર પણ અમારો છે અને મેળો પણ અમારો છે અમારો નિર્ણય અમે લઈશું અને હા અમે કોઈને છોડતા નથી અને ચેડયા પછી છોડતા પણ નથી. એ અમારો ઈતિહાસ છે.
અખાડાઓને આવેદન
બાદમાં સાધુ સંતો આગેવાનોએ મુખ્ય ત્રણ અખાડાઓમાં અગ્નિ, આહવાન અને દશનામ જુના અખાડાના સભાપતિઓને આવેદન પત્ર પાઠવી ઉપરોકત મુદ્દે અમલ કરવા માંગણી કરી હતી. તેમાં શિવરાત્રી મેળામાં વિધર્મીઓની બગીઓ, બેન્ડવોજાનો સહારો ન લેવો. ગિરનાર તીર્થ ક્ષેત્રની પવિત્રતા જાળવાય રહે તે માટે વેજ ઝોન જાહેર કરવો, ગીરનારના સાધુ સંતોને કનડગત બંધ કરવી, સહિતની માંગણી કરવામાં આવી હતી.
ત્યારે ત્રણેય અખાડાઓને ઉપરોકત મુદ્દે આવેદન પાઠવી અમલ કરવા માંગણી કરી છે. પણ તેનો સ્વીકાર કરાય તેવી શકયતા ઓછી છે જો તેમ થશે તો ગિરનારના સાધુ સંતો તથા વિહિપ, બજરંગદળ અને વિવિધ સમાજોના આગેવાનો સામે આવા સાધુ સંતો ખુલ્લા પડી જશે.
Suresh vadher
9712193266