SOU ખાતે વિશ્વભર માંથી આવતા પ્રવાસીઑ માટે લીકરના સેવન માટે મુક્તિ આપવી જોઈએ કે નહીં?એ માટે અમારી ટીમેકરી રિયાલિટી ચેક

ગાંધીનગર ગીફ્ટ સીટીમાં લીકરના સેવન માટે મુક્તિનાગુજરાત સરકારના નિર્ણયના ઘેરા પ્રત્યાઘાતો

 

SOU ખાતે વિશ્વભર માંથી આવતા પ્રવાસીઑ માટે લીકરના સેવન માટે મુક્તિ આપવી જોઈએ કે નહીં?એ માટે અમારી ટીમેકરી રિયાલિટી ચેક

પ્રવાસીઓને પ્રશ્ન કરતા મોટા ભાગના પ્રવાસીઑએ લીકરના સેવન માટે મુક્તિની તરફેણ કરી નહીં

ગાંધીનાગુજરાતમાં દારૂ બંધી જે એમાં છૂટછાટ ન આપવી જોઈએ-પ્રવાસીઓ

લીકરની છૂટ જો સરકાર અમુક હોટલોને આપે તો પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે.:હોટેલ મેનેજર

રાજપીપલા, તા 23

ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે.ત્યારે ખાસ કરીને એકતા નગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી ત્રણ દિવસના મીની વેકેશનમાં લાખો પ્રવાસીઑના ધાડા ઉમટી પડ્યા છે ત્યારે આજે અમારી ટીમે ખાસ રિયાલિટી ચેક કરી પ્રવાસીઓને ખાસ પ્રશ્નોપૂછ્યા હતાં

અમારા પ્રતિનિધિ દીપક જગતાપે પ્રવાસીઑને પ્રશ્ન પૂછ્યા હતાં કે ગાંધીનગર ગિફ્ટસીટીમાં લીકરના સેવન માટે મુક્તિ અપાઈ છે તો વિશ્વભર માંથી આવતા પ્રવાસીઑ માટે લીકરના સેવન માટે મુક્તિ આપવી જોઈએ કે આપવી જોઈએ કે નહીં?

આના પ્રત્યુત્તર મા પ્રવાસીઓના મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યાં હતાં.મોટા ભાગના પ્રવાસીઑએ લીકરના સેવન માટે મુક્તિની તરફેણ કરી નહોતી. અને જણાવ્યું હતું કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. પ્રવાસીઑ માટે દારૂની છૂટ ન આપવી જોઈએ કારણ કે એનાથી સિક્યુરિટીનો પ્રશ્ન ઉભો થઈ શકે છે.ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે.એમાં છૂટછાટ ન આપવી જોઈએ.કે કારણ કે ગરવી ગુજરાતના આ સંસ્કાર નથી.. તો બીજી તરફ કેટલાક પ્રવાસીઑએ તરફેણ કરતા જણાવ્યું હતું કે તમામ પ્રવાસીઑ માટે નહીં પણ વિદેશી પ્રવાસીઓને લિમિટેડ સોરસીસમાં છૂટ આપી શકાય.

તો બીજી તરફ કમ્ફર્ટ હોટલ અને રમાડા હોટલના મેનેજર મનોજ મહારાજે જણાવ્યું હતું કે કોરોના પછી ધીરે ધીરે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. હવે દેશભરમાંથી અને ખાસ કરીને વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં આવીને આમારી હોટલની મુલાકાત લે છે. તોખાસ કરીને બીજા રાજ્ય અને વિદેશમાંથી હોટલમાં આવતા પ્રવાસીઑ માટે લીકરની છૂટ જો સરકાર અમુક હોટલોને આપે તો પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે. અહીંયા દેશભરમાંથી પ્રવાસી ઑ આવે છે અને એમની લીકરની માંગ પણ હોય છે. આ સુવિધા માટે સરકાર છૂટ આપે તો,મોટી સ્ટાર હોટેલો માં લીકર શોપ હોય તો પ્રવાસીઑ ને મન પસન્દ લીકર મળી શકે.પ્રવાસીઓને સારી સુવિધાઓ પણ મળી શકે.તમામ પ્રવાસીઑ માટે લીકર પરમીટની અમે પણ તરફેણ નથી કરતા.એનાથી ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. પણ મોટી હોટલો માટે પરમીટ આપવી જોઈએ.એ માટે અમે બે વર્ષથી સરકાર માં પરમિશન પણ માંગીછેએ પ્રોસેસ માં છે .જો સરકાર છૂટ આપે તો પ્રવાસીઓની સંખ્યા માં ચોક્કસ વધારો થઈ શકે અને સરકારને આવક પણ થઈ શકે

 

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *