આ ફેસ્ટિવલ અડાલજની વાવ ખાતે – શનિવાર, 25 નવેમ્બર, 2023, ચાંપાનેર ખાતે- શનિવાર, 9 ડિસેમ્બર, 2023 અને ધોળાવીરા ખાતે -શનિવાર, 6 જાન્યુઆરી, 2023
અમદાવાદઃ ભરતનાટ્યમ અને લોક નૃત્યકાર બિરવા કુરેશી દ્વારા સ્થાપિત ક્રાફ્ટ ઓફ આર્ટ (Crraft of Art) થિમેટિક મ્યુઝિક અને ઈમેજ ટ્રાન્સફોર્મિંગ શેડો લાઈટ શોના ખાસ ફેસ્ટિવલ્સ મારફત તેના પરંપરા, ક્લાસિકલ સ્મારકો તથા ઐતિહાસિક સ્થળને સમાવતાં ભારતના યુનિક હેરિટેજ રજૂ કરવાના મિશનને આગળ વધારતાં વિશાળ જનમેદનીને સંબોધવા તૈયાર છે. જેના માટે આ સિઝનમાં 3 આકર્ષક ફેસ્ટિવલ્સનું આયોજન કરશે.
જેમાં પહેલો વોટર ફેસ્ટિવલ, અમદાવાદમાં અડાલજની વાવમાં, 25 નવેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યો છે.
બીજા બે ફેસ્ટિવલ પાવાગઢની નજીકમાં આવેલ ચાંપાનેર ફેસ્ટિવલ (9મી ડિસેમ્બર) અને કચ્છના રણમાં ધોળાવીરા ફેસ્ટિવલ (6 જાન્યુઆરી) છે, જે એક નવી શૈલીનો પરિચય કરાવે છે – જે બહુવિધ આઇકોનિક હેરિટેજ સ્ટ્રક્ચર્સ સાથેના સ્થળોના ટાઉનસ્કેપને તેની રસપ્રદ કથાઓ સાથે રજૂ કરે છે.
વોટર ફેસ્ટિવલ, ક્રાફ્ટ ઓફ આર્ટના વાર્ષિક કેલેન્ડરનું બહુપ્રતિક્ષિત અને જાણીતો કાર્યક્રમ છે, જે અદભૂત અડાલજની વાવ ખાતે મોહક પ્રદર્શન સાથે પ્રેક્ષકોને મોહિત કરવા માટે તૈયાર છે. આ ફેસ્ટિવલનો હેતુ ગુણવત્તાયુક્ત વિષયોનું સંગીતના અનોખા મિશ્રણ દ્વારા અને સ્મારકની કલા-કારીગરી, સૌંદર્ય અને વૈભવને પ્રદર્શિત કરી આ અદ્ભુત સ્મારકની ભવ્યતાને લોકો સમક્ષ ફરીથી રજૂ કરવાનો છે.
ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર અને આર્ટિસ્ટિક ડિરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે, “સંગીત, લાઈટ, હેરિટેજ અને ઈતિહાસની આનંદદાયક ઉજવણી માટે અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ સાથે ફરી પાછા લોકો સુધી પહોંચવા માટે અમે ઉત્સુક છીએ. વોટર ફેસ્ટિવલ આ માનવીય, અદભૂત કલાત્મક અને સ્મારકમાં વણાયેલી પોતાની સુંદરતા, કારીગરી અને લોકકથાઓ લોકો સમક્ષ રજૂ કરશે. પ્રખ્યાત સંગીતકારો દ્વારા સમી સાંજે પડછાયો અને પ્રકાશના માધ્યમથી આત્માને સ્પર્શે તેવા સંગીત દ્વારા સ્મારકની ભવ્યતામાં વધારો કરશે. હંમેશની જેમ, સાંજનો સાર અને સુંદરતા પરફોર્મિંગ કલાકારો અને ઝળહળતા સ્મારક સાથે લયબદ્ધ સુમેળમાં હશે.”
અડાલજની વાવ વોટર ફેસ્ટિવલમાં કલાકારોના પરફોર્મન્સમાં તબલા ઉસ્તાદ ફઝલ કુરેશી જોડાઈ રહ્યા છે, જેમણે છેલ્લા 40 વર્ષોમાં સમગ્ર વિશ્વના પ્રેક્ષકોને મોહિત કર્યા છે; યુગના સૌથી કુશળ ડ્રમર્સમાંના એક રણજિત બારોટ, એવોર્ડ વિજેતા મેન્ડોલિન પ્લેયર યુ રાજેશ; અને દેશના અગ્રણી કાંજીરા વાદક માંના એક વી સેલવા ગણેશ જોડાશે.
વોટર ફેસ્ટિવલમાં જાણીતા ગિટાર વાદક અને સંગીતકાર સંજય દિવેચા; બાસ પ્લેયર શેલ્ડન ડીસિલ્વા અને બહુમુખી ગાયક તથા કલાકાર પૃથ્વી ગંધર્વ પણ પરફોર્મ કરશે.
સાંજની બીજી વિશેષતા પ્રતિભાશાળી અભિનેતા પ્રતિક ગાંધી દ્વારા હોસ્ટિંગ છે, નાથુલાલ સોલંકી અને તેમના પુષ્કરના નગારા પ્લેયર્સના ગ્રૂપ દ્વારા એક ખાસ પર્ફોર્મન્સ આપવામાં આવશે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ ચાંપાનેર અને ધોળાવીરા ખાતે ફેસ્ટિવલ સંગીત અને પરંપરાથી આગળ અનેરો અનુભવ આપવા પ્રતિબદ્ધ છે. અહીંનો વિશાળ કેનવાસ, સાઇટ, ટાઉન સ્કેપમાં બહુવિધ સ્મારકો પર ઇવેન્ટ્સ અને એક્સપોઝરનો સમાવેશ કરે છે. બંને ઐતિહાસિક સ્થળોએ ફેસ્ટિવલમાં સંગીત અને પ્રકાશ ઉપરાંત ભવ્ય વારસાને અકબંધ રાખનારી સ્થાનિક લોક કલા અને કલાકારોનો સમાવેશ થાય છે. 9 ડિસેમ્બરે ચાંપાનેર આર્કિયોલોજિકલ પાર્ક ખાતે ચાંપાનેર ફેસ્ટિવલ અને 6 જાન્યુઆરીએ કચ્છના ધોળાવીરા ખાતે ધોળાવીરા ફેસ્ટિવલમાં ફોટો એક્ઝિબિશન, મ્યુઝિયમ ડિસ્પ્લે, હસ્તકલા, ફૂડ, લોક સંગીત, લોકનૃત્ય, જોવાલાયક સ્થળો, સૂફી સંગીત, શાસ્ત્રીય સંગીત અને વર્લ્ડ મ્યુઝિક કોન્સર્ટ ઉપરાંત વૉકિંગ ટુર જેવા કાર્યક્રમો યોજાશે.
ચાંપાનેર ફેસ્ટિવલમાં એક મિનાર કી મસ્જિદ, સાકર ખાનની દરગાહ, દક્ષિણ ભદ્ર ગેટ અને સિટાડેલ, સેહેર કી મસ્જિદ અને જામી મસ્જિદ ખાતે પર્ફોર્મન્સ થશે. ધોળાવીરા ફેસ્ટિવલમાં શોધી કાઢવામાં આવેલા સ્થળોની મુલાકત, અને કચ્છના વિવિધ ભાગોમાંથી લોક સંગીતનો સમાવેશ થશે, ત્યારબાદ એક ગાલા વર્લ્ડ મ્યુઝિક કોન્સર્ટ થશે.
ક્રાફ્ટ ઓફ આર્ટ લોકોને, ખાસ કરીને યુવા પેઢીને, પ્રેરણાના માર્ગ તરીકે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા દેશના અમૂલ્ય, યુનિક અને સમૃદ્ધ વારસા સાથે ફરીથી જોડવાના તેના મિશનમાં અડગ છે. કલા, હસ્તકલા, કલાકારો, કારીગરો, સ્થાપત્ય, ઇતિહાસ, વારસો અને પરંપરાની વાર્તાઓ સાથે સ્મારકોને લોકો સુધી પહોંચાડી સંવેદનશીલ અને સમૃદ્ધ સાંસ્કૃતિક જોડાણ દ્વારા ગૌરવ, આત્મવિશ્વાસ કેળવે છે. છેલ્લા 14 વર્ષોમાં, ક્રાફ્ટ ઓફ આર્ટે 12 સ્થળોએ 31 ફેસ્ટિવલ્સ રજૂ કર્યા છે. દેશની આ ગૌરવ ગાથાની ઉજવણી મારફત હજારો લોકો સુધી પહોંચ્યુ છે.
કલા અને નૃત્યમાં કુશળ તથા તબલા ઉસ્તાદ, ઉસ્તાદ ફઝલ કુરેશીના પત્ની બિરવા કુરેશી આ પબ્લિક ફેસ્ટિવલમાં એક વિશિષ્ટતા લાવવા માટે ક્રાફ્ટ ઓફ આર્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. જે ઐતિહાસિક સ્મારકો, સમૃદ્ધ સંગીતને પ્રખ્યાત કલાકારો દ્વારા રજૂ કરી સર્જનાત્મક એકતામાં, સંગીત અને સ્મારકોના વારસાને સમૃદ્ધ બનાવે છે. આ ફેસ્ટિવલ માત્ર આનંદ કે ઉજવણી પૂરતો જ નથી. પરંતુ પ્રેરણા આપે છે. ક્રાફ્ટ ઓફ આર્ટના સૂફી, વોટર અને ગુંબજ ફેસ્ટિવલ્સે લોકોના હૃદય અને દિમાગમાં એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે, કારણ કે તે મૂલ્યો દર્શાવે છે. તે માત્ર ઘટનાઓ જ નહીં પરંતુ લોકોના જીવનને પ્રેરણા આપી સમૃદ્ધ બનાવવાના માર્ગો રજૂ કરે છે.
વોટર ફેસ્ટિવલમાં પ્રવેશ ફક્ત પ્રથમ આવો, પ્રથમ સેવાના ધોરણે આમંત્રણ/નોંધણી દ્વારા છે. *સંગીત પ્રેમીઓ bookmyshow.com પર વોટર ફેસ્ટિવલ માટે ફ્રી માં નોંધણી કરાવી શકે છે.* વોટર ફેસ્ટિવલ ગુજરાત ટુરીઝમ દ્વારા પ્રાયોજિત છે.