વડોદરા શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ ની ખુલ્લેઆમ મારામારી

“હું કોણ છું , મને ઓળખે છે”

 

વડોદરા માં વાહન અથડામણ બાબતે ભાજપ યુવા મોરચા ના શહેર પ્રમુખ દ્વારા પોલીસ ની હાજરી માં સામાન્ય નાગરિક ને માર મારવાનો વિડીઓ વાયુવેગે વાઇરલ થઈ રહ્યો છે. 

મૌલિક અરવિંદભાઈ પંચાલ નામ ના શખ્સ રાત્રે પોતાનું વાહન લઇને જઇ રહ્યા હતા તે સમયે વડોદરા શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ પાર્થ પુરોહિતે તેમના વાહન થી મૌલિક પંચાલ ના વાહન ને ટક્કર મારી ને અને ત્યાર બાદ વડોદરા શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ યુવા પાર્થ પુરોહિત દ્વારા અભદ્ર ભાષા માં ગેર વર્તન કરવા લાગ્યો અને જાહેર માં મૌલિક અરવિંદભાઈ પંચાલ નામ ના શખ્સ ને જાહેર માં પોલીસ ની હાજરી માં માર માર્યો હતો તેના બચાવ માં મૌલિક પંચાલે પણ સામનો કર્યો હતો અને મામલો વધુ બિચકયો ત્યારે વડોદરા શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ પાર્થ પુરોહિતે મૌલિક પંચાલ નામ માં શખ્સ ને પોલીસ ની હાજરી માં ધમકી પણ અપાઈ હતી

પાર્થ પુરોહિતે ફરજ પર હાજર પોલીસ કર્મી જ્યારે મૌલિક અરવિંદભાઈ પંચાલ ને બચાવ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પાર્થ પુરોહિતે પોલીસ સાથે પણ ગેરવર્તન કરીને કહ્યું કે તમે વચ્ચે ના આવશો અને પાર્થ પુરોહિતે ફરજ પર હાજર પોલીસ કર્મી સાથે પણ ગેરવર્તન કરેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *