શિવાય પ્રોડક્ટ્સ હાઉસ’ દ્વારા બ્યૂટી પેજન્ટ ‘ધ નેક્સટ સુપર મોડલ ઓફ ઇન્ડીયા ઈન્ટરનેશનલ 2023’નું આયોજન કરાયું

 

ઈન્ડિયાઝ બિગેસ્ટ ફેશન બ્યૂટી પેજન્ટ ધ નેક્સટ સુપર મોડલ ઇન્ડીયા ઈન્ટરનેશનલ 2023નું સફળ આયોજન ગાંધીનગર, ગુજરાત ખાતે સફળ આયોજન પૂર્ણ થયું હતું. મૂવી ડિરેક્ટર તેમજ શિવાય પ્રોડક્શન હાઉસના ફાઉન્ડર અને ડિરેક્ટર નિકુંજ મિસ્ત્રી કે જેઓ આ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. જેમના વિઝન હેઠળ સતત આ પ્રકારે બ્યૂટી પેજન્ટ થતા આવ્યા છે. ઇન્ડીયા લેવલની આ બ્યૂટી પેજન્ટને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં 200થી 250 મોડલ્સે પોતાનો જલવો બતાવ્યો હતો. ગ્રાન્ડ ફિનાલેમાં વિવિધ કેટેગરી જેમ કે, મિસ્ટર, માસ્ટર, મિસીસ એન્ડ ઇન્ડીયા ઈન્ટરનેશનલ 2023ના વિજેતા જાહેર કરાયા હતા.

 

 

તમામ પાર્ટીસિપેન્ટ્સમાંથી 40 ફાઇનલમાં આવ્યા હતા જેમની વચ્ચે અંતિમ રાઉન્ડ સુધી બરાબરની ટક્કર જોવા મળી હતી. જ્યુરી દ્વારા પરફોર્મન્સના આધારે કિર્તિ પવાર શિવાય મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2023 તથા ઝરણા મિસ્ત્રી શિવાય મિસીસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2023 તથા ધવલ પરમાર શિવાય મિસ્ટર ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2023 તથા ક્રિશા પટેલ શિવાય કિડ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2023, વિહાન ગાંધી શિવાય કિડ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2023, હેત્વી દવે શિવાય કિડ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2023, જિયાન મોદી શિવાય કિડ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2023 વિનર જાહેર થયા હતા.

 

મૂવી ડિરેક્ટર તેમજ શિવાય પ્રોડક્શન હાઉસના ફાઉન્ડર અને ડિરેક્ટર નિકુંજ મિસ્ત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, યુવાનો કે જેઓ એક્ટિંગ ક્ષેત્રે તેમનું કરિયર બનાવવા માંગે છે પરંતું તેમને પ્લેટફોર્મ મળવું મુશ્કેલ બની જાય છે જેથી તેમને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ આયોજન શિવાય ફાઉન્ડેશન કરતું આવ્યું છે. આ પહેલા પણ છથી સાત વખત બ્યૂટી પેજન્ટના આયોજન મેં કર્યા છે. કોલેજ સમયથી જ મારું આ એક સપનું રહ્યું હતું.

ઇન્ડસ્ટ્રીમાં જેમ જેમ આગળ જતાં રહ્યાં તેમ તેમ અનુભવ મળતો ગયો અને આજે અનેક યુવાનોને અમારા થકી એક તક મળે છે એ વાતનો અમને ખૂબ આનંદ છે. જેથી આગામી સમયમાં પણ અમે આ પ્રકારે બ્યૂટી પેજન્ટ આયોજિત કરતા

રહેશું.