એમેઝોન દ્વારા કરવામાં આવી અત્યાર સુધી ની સૌથી મોટી જાહેરાત.. ઓનલાઇન શોપિંગ કરનારા ગ્રાહકો માટે ખુશખબર

સંજીવ રાજપૂત
અમદાવાદ

ભારતમાં 6 વર્ષની ઉજવણીરૂપે ગ્રાહકો માટે એમેઝોન દ્વારા મોટી જાહેરાત.

ઓનલાઈન ખરીદી કરનાર ગ્રાહકો કોર્પોરેટ લોકો માટે આનંદના સમાચાર એમેઝોન દ્વારા આપવામાં આવ્યા છે. 6 વર્ષની ઉજવણીના ભાગરૂપે એમેઝોન દ્વારા ભારતમાં એમેઝોન બિઝનેશ દ્વારા કોર્પોરેટ ગ્રાહકો માટે ક્રેડિટ લાઇન એક્સેસ આપવા માટેની જાહેરાત એમેઝોન દ્વારા કરવામાં આવી છે. જેમાં કોર્પોરેટ ગ્રાહકો એક સાથે બલ્કમાં એમેઝોનના તમામ વિવિધ પ્રોડક્ટ એક છત નીચે ખરીદ કરી શકશે. એમેઝોન ઇન્ડિયાએ 8મી ઑક્ટોબર 2023થી શરૂ થતા બહુપ્રતિક્ષિત ‘એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ’ માટેની તારીખો પણ જાહેર કરી છે, જેમાં પ્રાઇમ સભ્યો માટે 24 કલાક પ્રાઇમ પ્રારંભિક ઍક્સેસ છે.10 લાખ થી વધારે વિક્રેતાઓમાં 19 કરોડ કરતાં વધુ જીએસટી ઉત્પાદનો સાથે, એમેઝોન બિઝનેસ સમગ્ર દેશમાં 99.5% પિન કોડ્સ પૂરા કરે છે અને જથ્થાબંધ ઓર્ડર, શિપિંગ પર ક્વોટની વિનંતીને સમર્થન આપવા માટે સુવિધાઓ સાથે તમામ વ્યવસાયિક ખરીદીની જરૂરિયાતો માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનાવ્યું છે. એમેઝોન દ્વારા તેમના બિઝનેસ ગ્રાહકોને વર્ચ્યુઅલ ક્રેડિટ આપવા માટે એમેઝોન પે લેટર સાથે તેના એકીકરણની જાહેરાત કરી છે. જેમાં ગ્રાહકો, કોર્પોરેટ્સ ડિજિટલ રીતે સાઇન અપ કરી શકશે અને ત્વરિત ક્રેડિટની સુવિધા મેળવી શકશે, જેનાથી તમામ વિવિધ ઉત્પાદનો પર સીમલેસ ખરીદી કરી શકશે. આ ઉપરાંત ખરીદી કરનાર ગ્રાહક તેમના આપેલ ઓનલાઈન નંબર પર માહિતી મેળવી શકશે અને ઝડપી ડિલિવરી પણ મેળવી શકશે. આ ઉપરાંત જથ્થામાં ખરીદી પર અલગ અલગ રીતે નક્કી કરેલ ડિસ્કાઉન્ટ પણ તેઓ મેળવી શકશે. જેની વિગત વાર માહિતી અમદાવાદ ખાતે એમેઝોન બિઝનેસના ડિરેક્ટર સુચિત સુભાસ દ્વારા આપવામાં આવી હતી.