લોન્ચ કરાયેલીઆગવી પ્રોડક્ટસના અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે ત્સાહિત થઇને વિશ્વની સૌથી મોટી મોટરસાયકલ અને સ્કુટર્સની ઉત્પાદક હિરો મોટોકોર્પએ તેની નવી જ લોન્ચ કરેલી સૌપ્રથમ મોટરસાયકલ Karizma XMR માટે 13,688 બુકીંગ્સ મેળવ્યા છે.
હિરો મોટોકોર્પની ડીલરશિપ્સ ખાતે Karizma XMRની રવાનગી શરૂ કરાઇ છે અને ગ્રાહકોને ડિલીવરી ચાલુ મહિનામાં તહેવારના સમયમાં શરૂ કરાશે.
હિરો Karizma XMRને 1,72,900/- ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી હતી અને ગ્રાહકોના પ્રારંભિક સેટ માટે બુકિંગ 29મી ઓગસ્ટ, 2023ના રોજ શરૂ થયા હતા અને 30મી સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થઈ હતી.
નવી Karizma XMR હવે રૂ. 1,79,900/- (એક્સ-શોરૂમ દિલ્હી)માં ઉપલબ્ધ થશે અને કંપની ટૂંક સમયમાં નવી બુકિંગ વિન્ડોની જાહેરાત કરશે.
હિરો મોટોકોર્પના ચીફ બિઝનેસ ઓફિસર (ઇન્ડિયા બિઝનેસ યુનિટ) શ્રી રંજીવજિત સિંઘએ જણાવ્યું હતુ કે “અમે હિરો Karizma XMR ને મળેલા અદભૂત પ્રતિસાદથી રોમાંચિત છીએ. અમારા ગ્રાહકોએ અગ્રણી મોટરસાઇકલ માટે જે વિશ્વાસ અને ઉત્સાહ દર્શાવ્યો છે તે બુકિંગની જબરજસ્ત સંખ્યા દર્શાવે છે. ઇતિહાસ ખરેખર તેના આધુનિક, સમકાલીન અવતારમાં પાછી આવ્યો છે અને ગ્રાહકો તેને પ્રેમ કરી રહ્યા છે. અમે દરેક Karizma માલિકને અસાધારણ પ્રીમિયમ સવારીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને આગામી તહેવારોની સિઝનમાં ઉત્સાહ વધારવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.”
નવી Karizma XMR તેના વર્ગની સૌથી શક્તિશાળી મોટરસાઇકલ છે, જે સૌથી વધુ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ મોટરસાઇકલ 210cc લિક્વિડ કૂલ્ડ DOHC એન્જિન, 6-સ્પીડ ટ્રાન્સમિશન દ્વારા સંચાલિત છે જે સ્લિપ અને આસિસ્ટ ક્લચ અને ડ્યુઅલ ચેનલ ABS સાથે આવે છે.
આધુનિક ટેક્નોલોજીની આજના ગ્રાહકો શોધ કરે છે ત્યારે નવી Karizma XMR સેગમેન્ટ-ફર્સ્ટ એડજસ્ટેબલ વિન્ડશિલ્ડ, ઇન્ટેલિજન્ટ ઇલ્યુમિનેશન હેડલેમ્પ અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશનથી ભરપૂર છે જે અપ્રતિમ મોટરસાઇકલ અનુભવની ખાતરી આપે છે.
સમૃદ્ધ અર્ગનોમિક્સ, સ્પોર્ટી ચપળતા, આરામ અને ગતિશીલ પ્રદર્શનને કારણે, નવી Karizma XMRએ 210cc કેટેગરીમાં એક નવી નવી ટેક રજૂ કરી છે. તે સ્પોર્ટી પાત્ર અને પ્રવાસની ક્ષમતાઓનું બહુમુખી મિશ્રણ સાથે એક
અનન્ય સવારીનો અનુભવ પ્રદાન કરે છે.