અમદાવાદ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો 2023

અમદાવાદ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો 2023

 

અમદાવાદ માં થવા જઈ રહ્યો છે ભવ્ય હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો 2023 જેમાં એક જ સ્થાન પર મળસે દરેક પ્રકારના સ્વાસ્થ્ય ને લગતા પ્રશ્નો નું નિરાકરણ, જવા નું ચૂકશો નહિ. આવો જાણીએ વિગત વાર માહિતી તેજ ગુજરાતી સાથે .

 


એક્સપો નો મુખ્ય ઉદ્દેશ્ય : – 

અમારો ઉદ્દેશ છે – सर्वे भवन्तु सुखिनः , અને તેથી જ સમાજમાં શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા અને સમજ વધે તે હેતુથી અમદાવાદ હેલ્થ એન્ડ વેલનેસ એક્સ્પો 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. 

 

કાર્યક્રમમાં થનારી પ્રવૃત્તિઓ : – 

ફિટનેસ ચેલેન્જ, ધ્યાન, યોગ, ઝુમ્બા, કુકિંગ, રેસીપી નું ડેમોસ્ટ્રેશન, વેલનેસ પ્રોડક્ટ્સ વિશે માહિતી, તથા સ્વાસ્થ્ય સંબંધી ઇતર પ્રોડક્ટ્સનું ડેમોસ્ટ્રેશન. 

 

હેલ્થ અને મેડિકલ ટેસ્ટ : – 

Foot scan, ECG, BMI, BP, Sugar, BCA, HBA1C, લિપિડ પ્રોફાઈલ તથા બ્લડ ગ્રુપ. આ બધા ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવશે.  

તે ઉપરાંત બીજા હેલ્થ ટેસ્ટ જેમ કે લિવર ટેસ્ટ, લેબમાં થતા એડવાન્સ ટેસ્ટ, મેમોગ્રાફી, બોન કેલ્શિયમ ટેસ્ટ તથા કન્સલ્ટેશન… આ ખૂબ જ ઓછા અને વ્યાજબી દરે કરવામાં આવશે. 

 

વર્કશોપ્સ : –

નિષ્ણાતો દ્વારા CPR, પ્રાથમિક સારવાર, સ્વસ્થ્ય તથા સ્વાદ સભર રસોઈ બનાવવાની રીત, બોન હેલ્થ એક્સરસાઇઝ વગેરા જેવા વિષયો પર ટ્રેનીંગ તથા વર્કશોપ

 

તબીબો દ્વારા માર્ગદર્શન : –

ડોક્ટર્સ , મેડિકલ ફીલ્ડના નિષ્ણાતો તથા તબીબો સાથે સ્વાસ્થ્યને લગતા અલગ અલગ વિષયો પર સંવાદ તથા તેમના દ્વારા સચોટ અને સાચું માર્ગદર્શન

 

રમત ગમત તથા મનોરંજન : –

આપના બાળકો માટે રચનાત્મક સ્પર્ધાઓ તથા આપના માટે પણ જ્ઞાનવર્ધક તથા સ્વાસ્થ્ય સભર એક્ટિવિટીઝ, ગેમ્સ, હાઉસી તથા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમજવા માટે વિવિધ ક્રિયાઓ

 

તો પછી ચાલો મુસાફરી શરૂ કરીએ !!

” એક સ્વાસ્થ્ય અને તંદુરસ્ત દુનિયા તરફ “

આપના પરિવાર, સગા સંબંધી તથા મિત્ર વર્તુળમાં પણ બધાને પ્રેરિત કરીએ સ્વસ્થતા તરફ આગળ વધવા…

CLICK BELOW FOR REGISTER

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *