પાટણ તા. 12 ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે વિદ્યાર્થીઓ આપણાં ઇતિહાસમાં આઝાદી માટે આ ઓગષ્ટ મહિનાને ” अगस्त क्रांति ” તરીકે ઉજવી જે શહીદોએ પોતાના પ્રાણો ના બલિદાન આપ્યાં છે તે શહીદોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી ઋણ અદા કરવા સરકાર એ રાજ્યની તમામ શાળા, કોલેજ અને વિવિધ સંસ્થા ” मेरी मिट्टी, मेरा देश ” ” हर घर तिरंगा “ની ભવ્ય ઉજવણી કરવા સુચવ્યું છે
ત્યારે પાટણ ની કે.કે.સરકારી કન્યા શાળા પાટણમાં વિદ્યાર્થીનીઓએ ” मेरी मिट्टी, मेरा देश ” ” हर घर तिरंगा ” કાર્યક્રમ ઉપક્રમે રંગોળી, હર ઘર તિરંગા રેલી, વૃક્ષા રોપણ, તેમજ શાળાની ૧૫ દીકરીઓ, શિક્ષીકા શ્રીમતી નમ્રતા બેન તેમજ સંગીત શિક્ષક કમલેશ સ્વામીએ સમગ્ર વિદ્યાર્થીઓને સામેલ કરી સુંદર દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા.
આ તમામ કાર્યક્રમ માટે શાળાના આચાર્ય ડૉ.દિનેશકુમાર પ્રજાપતિએ ભારતના ઇતિહાસના અમૂલ્ય વારસાની વિવિધ વાતોથી વિદ્યાર્થીઓને વાકેફ કરી આપણાં શહીદોને વિરાંજલી અર્પણ કર્યા હતાં.
12 thoughts on “શ્રી મતી કે. કે. ગર્લ્સ હાઈસ્કૂલ – પાટણ ખાતે” मेरी मिट्टी, मेरा देश ” ” हर घर तिरंगा ” કાર્યક્રમ યોજાયો..”