વિશ્વનાથનું મેદાન આખું વિશ્વ છે આપણે જ એને સંકીર્ણ બનાવીએ છીએ. કથાયાત્રાનો ત્રીજો પડાવ પાંચમાં જ્યોતિર્લિંગ બૈદ્યનાથ ખાતે.મેહર રીસોર્ટ દેવઘર(ઝારખંડ)

 

કાશી જ્ઞાન અને મુક્તિની ભૂમિકા છે,કાશીનો અર્થ પ્રકાશમયી તેજોમય ભૂમિ થાય છે,આ જ્ઞાનની ખાણ  છે.
કાશીમાં ત્રણેય પ્રકારના ઉજાસ છે અને આપણે જ્યોતિમાંથી એ ઉજાસ લેવા માટે આવ્યા છીએ.

બાબા વિશ્વનાથની નગરી-કાશી-વારાણસીનાં મંદિર કોરિડોર પર બીજા મુકામ પર બાપુએ કહ્યું કે તમે બધા ખુશ રહો તો ભગવાન પાસે માગવાની કોઈ જરૂર નથી.કાશીનો મહિમા કહેતા બાપુએ કહ્યું કે એવી કોઈ આધ્યાત્મિક ધારા નથી જે કાશીમાં ન આવી હોય.અનેક વિદ્વાનો,કવિઓ,પુરોહિતો, કલાકારો,સંગીતકારો અહીં આવ્યા છે.આજે અહીંના મહામંડલેશ્વર સતુઆબાબા દ્વારા ચંદન વંદન સ્વાગત થયું.બાપુએ કહ્યું કે વિશ્વનાથનું મેદાન આખું વિશ્વ છે આપણે જ એને સંકીર્ણ બનાવીએ છીએ.સાથે-સાથે કાશી કોરિડોર માટે યશસ્વી પ્રધાનમંત્રી તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને પણ યાદ કરીને બાપુએ રાજીપો વ્યક્ત કર્યો.આ કથાનો મનોરથી તો મહાદેવ છે.પ્રતિનિધિઓ અલગ અલગ છે.બાપુએ કહ્યું કે બધા આ તરફથી અભિષેક કરી દીધો છે,બધાને યાદ રાખ્યા છે.હવામાનને કારણે એક ક્ષણ એવું થયું ત્યારે શિવજીને પ્રાર્થના કરી કે તું શંકર હું કિંકર,એક દિવસની કથા માટે વ્યવસ્થા કરજે અને બધા જ પહોંચી ગયા છીએ.બાપુ આખી રાત જાગતા રહ્યા અને વાણીનો અભિષેક કરતાં કહ્યું કે અહીં વિદ્વાનો આવ્યા છે.કાશી જ્ઞાન અને મુક્તિની ભૂમિકા છે.કાશીનો અર્થ પ્રકાશમયી તેજોમય ભૂમિ થાય છે.આ જ્ઞાનની ખાણ છે.
શિવ અને પાર્વતિની અનેક કથાઓ જોડાયેલી છે. શિવજીના લગ્ન પછી કૈલાશ આવ્યા.નીતનૂતન વિહાર પછી કાર્તિકેયનો જન્મ,તાડકાસુરનો વધ થયો.એ પછી પાર્વતીને ઉદાસ અને રૂઠેલી જોઈને શિવે પૂછ્યું સતી!કેમ નારાજ છો? ત્યારે સતી કહે છે કે વ્યક્તિએ પોતાના લગ્ન પછી સસરાને ત્યાં રોકાવું ન જોઈએ.જો કે મહાદેવ પોતાના સસરા હિમાલયને ત્યાં અને વિષ્ણુ પોતાના સસ્તા છીરસમુદ્રના ઘરજમાઈ રહ્યા એવું કહેવાય છે.લોકોને નિંદા કરશે. શિવજીએ વિચાર્યું કે કોઈ સ્થાન શોધવું પડશે.કાશી ક્ષેત્રમાં એ વખતે એક રાજા રહેતો હતો.અતિશય મહાન રાજ્ય હતું.સહજ અને સારા હોય એનો અકારણ વિરોધ શરૂ થતો હોય છે.રાજાનો વિરોધ થયો,એણે પરમાત્માને પોકાર કર્યો અને કહ્યું કે મારે અહીં રહેવું નથી,મને મુક્ત કરો.સારું શાસન હોય ત્યાં દુકાળ પડતો નથી,નીતિથી બધું ચાલતું હોય છે,દુરિતો દૂર રહેતા હોય છે. પરમાત્માએ કહ્યું કે તારુ દાયિત્વ છે બધું જ ઠીક કરી દઈશ અને તેનું નામ બદલી અને દીવોદાસ રાખ્યું.તું પલાયન ન થા અને કહ્યું કે તું લગ્ન કરી લે,લગ્ન કર્યા એને સામર્થ્ય આપ્યું એવું સામર્થ્ય કે રામચરિત માનસમાં પ્રતાપભાનુનું વર્ણન મળે છે એ જ પ્રકારે.
જ્યારે જ્યારે ધન વિદ્યા અને પદ કુસંગ દ્વારા છીનવી લેવામાં આવે ત્યારે તેમાં પાંચ પ્રકારના ભૂત નિવાસ કરે છે. ઈમાનદારીથી દસમો હિસ્સો કાઢવો જોઈએ. આપણે એટલા માનસિક પાપ કરીએ છીએ કે જો એનો હિસાબ થાય તો પૃથ્વી ઉપર શ્વાસ પણ ન લઈ શકીએ.કાશીમાં ત્રણેય પ્રકારના ઉજાસ છે અને આપણે જ્યોતિમાંથી એ ઉજાસ લેવા માટે આવ્યા છીએ.સવારનો સુરજ લાલ હોય અસ્ત થાય ત્યારે પણ લાલ હોય,વચ્ચે તો પ્રખર બને.કાશી પણ વચ્ચે શાસ્ત્રાર્થને કારણે પ્રખર બન્યું છે એ કાશીનો સ્વભાવ છે.અહીં ચાંદની મોહકતા અને શીતળતા બંને છે કોઈ કારણથી આપણી તેજસ્વિતા ખંડિત થઈ રહી છે આપણી ઐતિહાસિક નહીં શુદ્ધ આધ્યાત્મિક યાત્રા છે.લોકો અનેક અર્થ કરે છે,કોઈ કહે આવતા વર્ષે કંઈક બનવા જઈ રહ્યું છે એટલે આ કથા યાત્રા છે! સારાઇ એ જેમ-જેમ વધે બુરાઈ પણ સામે આવતી હોય છે.કાશીના રાજાની ઈર્ષા સમકાલીનોએ તો કરી સ્વર્ગનાં ઈન્દ્રને પણ તકલીફ થઈ.સ્વર્ગનો ઈન્દ્ર છળ કરે છે,મલીન છે કોઈ પર ભરોસો રાખતો નથી,આ એનો સ્વભાવ છે.ઇન્દ્રએ અગ્નિને પૃથ્વી ઉપર મોકલ્યો.માણસ ઊપરથી(બહારથી) નીચે આવે તો પણ અંદરથી ‘નીચે’ ઉતરી જતો હોય છે. ઊંચાઈ મળે એટલે ઈર્ષા ખતમ થઈ જાય જ એવું નથી હોતું અગ્નિનો ગુણ ઉષ્ણતા અને સત્યતા છે.રાજાની નગરીમાં ઘૂમીને ખૂબ સારું રાજ જોયું.પસંદ પડતા ત્યાં રોકાઈ ગયો.ઇન્દ્રએ રાહ જોઈ,પછી વાયુને મોકલ્યો.વાયુ સ્વચ્છ રહે છે અને સ્વચ્છ કરે છે. પાવન રહેવું પાવન કરવું એનો સ્વભાવ છે.વાયુ પણ રોકાઈ ગયો.સૂર્યને મોકલ્યો,એ પણ રોકાયો.અલગ અલગ દેવતાઓને ઇન્દ્ર મોકલતો રહ્યો.અંતે સ્વયં પોતે આવ્યો.નગરી જોઈ દીવોદાસની અને એ પણ રોકાઈ ગયો.આ કાશીનો મહિમા છે.એક દિવસ દીવોદાસ ઉદાસ છે.પ્રજા કારણ પૂછે છે ત્યારે કહે છે કે અહીં ઇન્દ્ર,સૂર્ય,સોમ,અગ્નિ,વાયુ બધા જ આવ્યા પણ મારો સદાશિવ નથી આવ્યો! કેમ નથી આવ્યા? તો કહે એના માટે જગ્યા ખાલી કરવી પડે છે. હું જાઈશ તો એ આવશે.આપણી અંદરનોનો હું જાય ત્યારે ઈશ્વર આવે છે.શિવ જગ્યા શોધતા હતા. દીવોદાસે પુત્રને રાજ આપી અને નીકળી પડ્યો.અને ભગવાન શિવ કાશીપુરીમાં નિવાસ કરવા લાગ્યા. આપણી જ્યોતિ વધારે પ્રજ્વલિત કરવા માટે આપણે કાશીપુરી આવ્યા છીએ.સમર્થની પાસે નિર્બળ બની અને ઝૂકી જઈએ તો જવાબદારી એની બને છે.
કથાપ્રવાહમાં નામમહિમાનું ગાન થયું.
કથાયાત્રાનો ત્રીજો પડાવ પાંચમાં જ્યોતિર્લિંગ બૈદ્યનાથ ખાતે.મેહર રીસોર્ટ દેવઘર(ઝારખંડ) ૨૫ જૂલાઇ-મંગળવાર- સવારે ૧૦થી૧:૩૦.

કથાવિશેષ:
વારાણસી, ઉત્તર પ્રદેશ,ભારતના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર દેશના સૌથી પવિત્ર અને આદરણીય હિંદુ મંદિરોમાંનું એક છે.ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે.
કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક ભગવાન શિવને સમર્પિત છે.તે બાર જ્યોતિર્લિંગોમાંથી એક હોવાનું માનવામાં આવે છે,જે ભગવાન શિવનું પવિત્ર નિવાસસ્થાન માનવામાં આવે છે.મંદિરનો ઇતિહાસ ઘણી સદીઓ જૂનો છે, રેકોર્ડ્સ સૂચવે છે કે તે મૂળરૂપે પ્રાચીન સમયમાં બાંધવામાં આવ્યું હતું. જો કે, વર્તમાન માળખું ૧૮મી સદી દરમિયાન ઈન્દોરના મરાઠા રાજા મહારાણી અહલ્યાબાઈ હોલકરે બાંધ્યું હતું.
વારાણસીમાં મંદિરનું સ્થાન,વિશ્વના સૌથી જૂના સતત વસવાટ કરતા શહેરોમાંનું એક,તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વમાં વધારો કરે છે. વારાણસી,જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતની આધ્યાત્મિક રાજધાની માનવામાં આવે છે અને તે હિન્દુઓ માટે એક મુખ્ય તીર્થ સ્થળ છે.
કાશી વિશ્વનાથ મંદિર પરંપરાગત ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું મુખ્ય ઉદાહરણ છે,જેમાં જટિલ કોતરણી,એક ઊંચો શિખર અને શાંત આંગણું છે. મંદિર સંકુલ પ્રમાણમાં નાનું છે પરંતુ ભક્તિ અને આધ્યાત્મિકતાની શક્તિશાળી આભાને બહાર કાઢે લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા અને ઘાટ પર થતી ભવ્ય ગંગા આરતી (ગંગા નદીને ઔપચારિક અર્પણ)ના સાક્ષી બનવા આવે છે.નજીકમાં ગંગા આરતી એ એક મંત્રમુગ્ધ અને આધ્યાત્મિક રીતે ઉત્થાનનો અનુભવ છે,જ્યાં ભક્તો પ્રાર્થના કરે છે અને પવિત્ર નદીને અર્પણ કરવામાં આવતા દીવાઓ અને ધૂપના દર્શનના સાક્ષી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *