કથાનો ચોથો પડાવ ગુરુવાર તા-૨૭ જૂલાઇએ ક્રમમાં બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન-શ્રી શૈલમ(આંધ્રપ્રદેશ)ખાતે તેલુગુ કોંગ્રેસ ગ્રાઉન્ડ,સવારે ૧૦થી૧:૩૦.
જ્ઞાન વધે કે ન વધે ભાવ જાગે કે ન જાગે જપ વધારતા જાઓ.
જ્યોતિર્લિંગ-બૈદ્યનાથ-દેવઘર(ઝારખંડ)*
ભારત ગૌરવ કથાયાત્રાના ત્રીજા પડાવ,ક્રમમાં પાંચમાં જ્યોતિર્લિંગ બૈદ્યનાથ માટે મેહર રીસોર્ટ દેવઘરથી કથા આરંભ કરતા બાપુએ જણાવ્યું કે વૈદ્યનાથ ભગવાનની વાનગી પૂજા કષ્ટદાયક છે પણ વિરલ તત્વ મેળવવા માટે કષ્ટ સહન કરવા પડે. કષ્ટદાયક હોવા છતાં ઇષ્ટદાયક છે.શિવવિવાહ વખતે શૃંગારનું વર્ણન છે:શશી લલાટ સુંદર સિર ગંગા એ વિશ્વનાથ તરફ સંકેત છે અને સોમેશ્વરનો સંકેત જટા મુકુટ અરિ મોર સંવારા આ પણ એક જ્યોતિર્લિંગ તરફ સંકેત છે.આપણો શંકર કોણ?વંદે બોધમયં નિત્યં ગુરું શંકર રૂપિણમ્ આપણો શંકર છે આપણા ગુરુની વાત ક્યારે ટાળવી ન જોઈએ અન્ય વાત પર બુદ્ધિ લગાવો પણ ગુરુના વચન પર શંકા ન કરો.યોગવશિષ્ઠમાં સમ સંતોષ જેવા ચાર દરવાજા મોક્ષ માટે બતાવેલા છે.મેં ક્યારેય ત્રિભુવનગુરુની વાતને ટાળી નથી એની જ પ્રસાદી વહેંચી રહ્યો છું. સોમનાથ પ્રથમ હોવા છતાં પણ છેલ્લે રાખ્યું છે કારણ કે પાંછે પવન તનય સીરુ નાવા.ગુજરાત પાછળથી પુશ કરે છે,અહીં આ મંદિરની વ્યવસ્થા જૂની છે બદલવી જોશે.લોકોને ખૂબ જ કષ્ટ પડે છે મુક્તિદાતાને પણ આ વ્યવસ્થામાંથી મુક્તિની જરૂર છે. બાપુએ રૂમીના વચન દિવ્ય જીવન માટે:ડાન્સિંગ લાઈફ,સિંગિંગ લાઈફ અને લાફિંગલાઈફ જેને હું સ્માઇલિંગ લાઈફ કહું છું.નૃત્ય એ પણ નટવર અને નટરાજ વાળું નૃત્ય જરૂરી છે.મારી પાસે કોઈ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ નથી પણ અંતઃકરણની પ્રવૃત્તિ અને ભજન પ્રમાણ કહે છે કે શુકદેવજી પણ નાચ્યા હશે બાપુએ જણાવ્યું કે હું રામચરિત માનસ કે બેરખો કોઈ ઉપર થોપતો નથી.હું પ્રચાર માટે નથી નીકળ્યો આટલી સરળ વાતો બધા જાણે છે.આ વ્યાસપીઠ વર્ષોથી સનાતનની સેવા કરી રહી છે છતાં પણ ઘણી વાતો ખોટી રીતે ઉછાળાઈ રહી છે.
આ જ્યોતિર્લિંગ સાથે બે સંદર્ભ જોડાયેલા છે.એક માર્કન્ડેય ઋષિ અને બીજું દશાનન રાવણની ઘટના જ્યારે એ કાળમાં આખો સમાજ સત્કર્મથી દૂર હતો એ વખતે યજ્ઞ,જપયજ્ઞ,જ્ઞાનયજ્ઞ,દ્રવ્યયજ્ઞ,સ્વાધ્યાય એ સત્કર્મ હતા એ વખતે એક ઋષિ જેનું નામ હતું મુંડક.તેની પત્નીનું નામ મનસ્વિની હતું.પોતાના પતિના મનની વાત જાણનારી હતી આજે જમાનો બદલાયો છે.કોઈ સ્ત્રી યશસ્વિની હોય છે.કોઈ પત્ની તપસ્વિની હોય છે,કોઈ તેજસ્વિની હોય છે.મનસ્વિનીને બાળકનો જન્મ થયો તેનું નામ માર્કંડેય રાખવામાં આવ્યું.પણ જ્યોતિષ અને દેવએ જાણવા મળ્યું કે એ અલ્પઆયુ હશે,નાની ઉંમરમાં મૃત્યુ આવશે.ઉંમર વધતી ગઈ અને મા નું રુદન વધતું ગયું.બાળકે જોયુ માં રડ્યા કરે છે.પૂછ્યું ત્યારે કહ્યું કે હરિના નામનો જપ કરો. કયા નામને જપુ? ત્યારે કહ્યું કે શિવ નામનો જપ કર.અને બાળક શિવજપમાં મગ્ન થયો એ આ ભૂમિ છે.દરેક સારી વિદ્યા,શુભ વિચાર ગ્રહણ કરતો ગયો અને એ વખતે આઠ વ્યક્તિ એક વૃક્ષની ઘટામાં બેઠેલી.જે સપ્તર્ષિ અને મા અરુંધતિ હતા.બાળક ત્યાં ગયો કહ્યું કે હું અલ્પ આયુ છું.વિધિ ફરી ન શકે.પણ જપ વધારતો જા મહાદેવ તારા મૃત્યુને રોકશે.જ્ઞાન વધે કે ન વધે ભાવ જાગે કે ન જાગે જપ વધારતા જાઓ. સમુદ્રમંથન માંથી ધનવંતરીએ એક રત્નના છુપાવી રાખેલું તે હતું વૈદ્યનાથ. મહાદેવની ધૂન લાગી પરિણામે એ આત્મલિંગ માર્કંડેય સામે પ્રગટ થયું.શિવનો સાક્ષાત્કાર થયો એ આ ભૂમિ છે.બીજી કથા રાવણ માં કૈકસી પાસે બેઠેલો એ વખતે માએ કહ્યું કે બધું જ સોનાનું છે પણ ક્યાં સુધી ટકશે?લંકામાં શિવ હોવા જોઈએ અને રાવણ અભિમાનથી બહુ બળથી શિવને લેવા આવ્યો.પોતાના મસ્તકો અર્પણ કરતો ગયો.શિવ પ્રગટ થયા પણ શરત રાખી કે મારું લિંગ ધરતી ઉપર રાખીશ ત્યાં હું રોકાઈ જઈશ અને સંસ્કૃત શબ્દ બહીરદિશા-રાવણ પોતાના શરીર ધર્મ નિભાવવા માટે ગણપતિના હાથમાં લિંગ સોંપે છે અને વળતી વખતે એક સુંદરી તેને મળે છે જ્યાં સમય જવાથી ગણપતિએ શિવલિંગ જમીન ઉપર રાખી દીધું એ આ જગ્યા એવું પૌરાણિક કથાઓ કહે છે.
આ કથાયાત્રા આવતિકાલ બુધવારે જગન્નાથપુરી-ઓડિશા પહોંચી સપ્તનગરીમાંના એક પૂર્વમાં પ્રવેશ કરી દર્શનલાભ લેશે.કથાનો ચોથો પડાવ ગુરુવાર તા-૨૭ જૂલાઇએ ક્રમમાં બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન-શ્રી શૈલમ(આંધ્રપ્રદેશ)ખાતે તેલુગુ કોંગ્રેસ ગ્રાઉન્ડ,સવારે ૧૦થી૧:૩૦.
કથાવિશેષ:
બૈજનાથ મંદિર જેને વૈદ્યનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભારતના ઝારખંડના દેવઘર જિલ્લામાં સ્થિત છે.તે બાર જ્યોતિર્લિંગોમાંનું પાંચમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.
બૈજનાથ મંદિર એક પ્રાચીન અને આદરણીય તીર્થસ્થાન છે, જે ૯મી કે ૧૦મી સદીનું છે.મંદિરનું સ્થાપત્ય જટિલ ગુપ્ત અને પછીની મધ્યયુગીન શૈલીઓના મિશ્રણને પ્રતિબિંબિત કરે છે,જે તેને એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને ધાર્મિક સ્મારક બનાવે છે.
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે લંકાના રાક્ષસ રાજા રાવણને સાજા કરવા માટે ભગવાન શિવે મંદિરમાં નિવાસ કર્યો હતો. પરિણામે, મંદિરે “વૈદ્યનાથ” નામ પ્રાપ્ત કર્યું,જેનો અર્થ થાય છે “તબીબોનો ભગવાન”અથવા “હીલિંગનો ભગવાન.”
સમગ્ર ભારતમાંથી ભક્તો ભગવાન શિવ પાસેથી આશીર્વાદ,આધ્યાત્મિક આશ્વાસન અને ઉપચાર મેળવવા માટે બૈજનાથ મંદિરની મુલાકાત લે છે. મંદિરનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે એકંદર અનુભવમાં વધારો કરે છે.
તેના ધાર્મિક મહત્વ ઉપરાંત, બૈજનાથ મંદિર “શ્રાવણી મેળા” તરીકે ઓળખાતા તેના વાર્ષિક તહેવાર માટે પણ જાણીતું છે.આ તહેવાર દરમિયાન, જે સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટમાં થાય છે,લાખો ભક્તો બિહારના સુલતાનગંજથી ઝારખંડના બૈજનાથ મંદિર સુધી પગપાળા પરંપરાગત યાત્રા-કાવડ યાત્રા કરે છે.તેઓ ભગવાન શિવને અર્પણ કરવા માટે ગંગામાંથી પવિત્ર જળ વહન કરે છે,જે તેમની અતૂટ ભક્તિનું પ્રતીક છે.
બૈજનાથ મંદિર ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે અને ભગવાન શિવના હીલિંગ પાસા એવા ભગવાન વૈદ્યનાથ પાસેથી આશીર્વાદ અને દૈવી કૃપા મેળવવા માટે અસંખ્ય મુલાકાતીઓને આકર્ષે છે.