પરિસ્થિતિ પર તો કાબૂ નથી જ રહેવાનો ને તોય આચાર આચરતી મનોસ્થિતિ પર પક્કડ રાખજો – મિત્તલ ખેતાણી. રાજકોટ

સાથી,મિત્ર,પુણ્ય,કુટુંબ, માવતરની કદર રાખજો

સાથી,મિત્ર,પુણ્ય,કુટુંબ, માવતરની કદર રાખજો
એકાદું પાસાંને તો જીવનમાં ખૂબ જબ્બર રાખજો

નબળાઈ ના ખબર હોય ને તો કશો જ વાંધો નહીં
બસ તમારી તાકાતની તમે પૂરેપૂરી ખબર રાખજો

આમ તો ભલે ને શેકેલો પાપડ પણ ભાંગી ન શકો
દિન,દુઃખી,અબોલ રક્ષા માટે જાત ગબ્બર રાખજો

બાહ્ય પલોટી જ નાંખવાનું છે બાહ્યને તોય પણ
માહ્યલાંમાં તો સત્ય,પ્રેમ, કરુણાને નક્કર રાખજો

પરિસ્થિતિ પર તો કાબૂ નથી જ રહેવાનો ને તોય
આચાર આચરતી મનોસ્થિતિ પર પક્કડ રાખજો

-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં

3 thoughts on “પરિસ્થિતિ પર તો કાબૂ નથી જ રહેવાનો ને તોય આચાર આચરતી મનોસ્થિતિ પર પક્કડ રાખજો – મિત્તલ ખેતાણી. રાજકોટ

  1. 有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.fanyim.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *