સરદાર વલ્લભભાઈ પટેલ ની એકતા અને અખંડિતતાના વિચારને કેન્દ્રમાં રાખી ૨૧/૬/૨૦૨૩ ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી થી “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની થીમ પર સમીર સિંઘ નમના વ્યકિત એ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પોતાની દોડ શરુ કરી હતી,જે આજ રોજ અમદાવાદ આવી પહોંચ્યા હતા. દેશભરમાં 4 મહિના સુધી 10 હજાર કિલોમીટર દોડી ફરી સ્ટેચ્યુ ફરશે. જેમણે ૫૬૨ રજવાડા એક કરી ‘ભારત’ બનાવ્યું, તેવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત દોડવીરોને અમદાવાદમા સ્વાગત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
પોતાની આ દોડ યાત્રા વિષે વધુ માહિતી આપતા સમીર સિંઘે જણાવ્યું હતું કે પોતાની દોડ યાત્રા વિષે વધુ માહિતી આપતા સમીર સિંઘે જણાવ્યું હતું કે તેમણે તેમના રનીંગ કેરિયર ની શરૂઆત મુંબઈ શહેરથી કરી હતી.તેમને 1 ડિસેમ્બર,2017 ના રોજ મેરેથોન ની શરૂઆત કરી હતી જે વાઘા બોર્ડરથી શરુ થઇ ને કન્યાકુમારી,કલકત્તા,નોર્થ-ઇસ્ટ થી લઈને સમગ્ર ભારત નો એક રાઉન્ડ લગાવીને 7 મહિના અને 6 દિવસમાં 14,195 કિલોમીટરનો સફર પૂર્ણ કર્યો હતો. અમે 21 જૂન, યોગા દિવસ ના રોજ પ્રોવિરા યુનિટી રનોથોન ની શરૂઆત સ્ટેચ્યુ ઓફ યુનિટી થી કરી છે. અને અમારો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલનું વિઝન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ને સાકાર બનાવવાનું છે એટલે અમે એ ખુશીમાં આખા ભારતમાં દોડીએ છે. અમારો ટાર્ગેટ એકતા દિવસ 31 ઓક્ટોબર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના ચરણો સુધી પહોંચવાનો
છે