સુર તરંગ મ્યુઝિકલ એન્ડ કલ્ચરલ ઈવેન્ટસ.
રામનગર, મુશીરાબાદ હૈદરાબાદ
એક એવી સંસ્થા છે જે સંગીત રસીયાઓ ને પ્રોત્સાહન – ઉત્સાહ આપે છે. આમાં કોઈ જાત નો ઉંમર બાધ નથી. બાળક અને વયોવૃદ્ધ સૌ કોઈ માટે ખુલ્લો મંચ પ્રદાન કરે છે. મામુલી દર લઈને ગીત સંગીત ની પ્રેકટીસ કરાવે છે. કર ઓકે દ્વારા વ્યક્તિ નાં મનપસંદ ગીતો
ગવડાવે છે. પછી
કાર્યક્રમ નું આયોજન કરી ને
ગીતો ગાવા નાં શોખીનો પાસે ગીતો ગવડાવે છે. જોત જોતામાં માં આ સંસ્થા ની સ્થાપના ને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. સંસ્થા નાં મુખ્ય આયોજક
શ્યામકિશોર શીંદે છે. તેઓ અમિન સાયાની ની મિમિક્રી માં મંચ સંચાલન કરે છે. કાર્યક્રમમાં તેઓ શ્રી શહેર નાં ગણમાન્ય લોકો ને આમંત્રિત કરી ને
સંમાનિત કરે છે.
જેથી કરીને નવ શિખિયા ગીત સંગીત નાં શોખીનો નો ઉત્સાહ વધે.
આ સંસ્થાએ નજીવા દરે ઘણાં સફળ કરોકે ઓર્કેસ્ટ્રા નાં કાર્યક્રમો રજુ કર્યા છે.
આ સંસ્થા નાં છેલ્લા કાર્યક્રમ માં શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં મુખ્ય કર્તા હર્તા
તરુણ ભાઈ મહેતા તેમ જ
મયૂર પુરોહિત ને
સંમાનિત કર્યા હતાં. જૈફવય નાં તરુણ મહેતા એ આ મંચ પરથી ઘણી વખત ગીતો ગાયા છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ