મિલનમાં પરીતૃપ્તિ છે,વિરહમાં પરિશુધ્ધિ હોય છે. પરમહંસ ગણિતની બહાર હોય છે. પરમજ્ઞાનની હોવા છતાં મૂઢની જેમ વર્તન કરતા હોય એ પરમહંસ છે.

 

સાતમા દિવસે વસુંધરા અને સત્ય-પ્રેમ-કરુણાની ત્રિમૂર્તિ ઠાકૂર-માં અને સ્વામીની ચેતનાઓને પ્રણામ સાથે બાપુએ કહ્યું કે ગોરખનાથે જ્યારે મછંદરનાથને પૂછ્યું કે ગુરુદેવ મિલન અને વિરહમાં શું અંતર છે? મિલનમાં પરીતૃપ્તિ છે,વિરહમાં પરિશુધ્ધિ હોય છે. વિરહ શુદ્ધ કરે છે.વિરહમાં નિસદિન બરસત નૈન હમારે.. બધું જ સમજી જશો તો કદાચ તૃપ્તિ આવી જશે.ના સમજ રહેશો તો તીવ્રતા રહેશે અને એ અંદરથી પાવક અને પાવન કરી દેશે.ત્રણ અવસ્થા- બાલ યુવા અને પ્રૌઢમાંથી પ્રશ્ન આવ્યા બાપુએ કહ્યું કે સમજીને કરશો શું?મારો તમારી સામે પ્રતિપ્રશ્ન છે કે સમજમાં આવે કે ન આવે પણ આનંદ આવે છે કે નહીં?સમજીને તમે કંઈક કરી લીધું તો અહંકાર પીછો કરશે અને પછી દૂધ બગડી જશે! હું વક્તા,હું જ્ઞાની,હું આટલો.. આવા અહંકાર આવશે.સમજમાં આવી જાય એ જ્ઞાનયોગ છે. કરવા માંડીએ એ કર્મયોગ,આનંદ કરીએ એ ભક્તિયોગ છે. સહજ થાય એ જ થવા દો.શ્રીમદ ભાગવતમાં ભગવાન કૃષ્ણ ઉદાસ બેઠા છે એ વખતે સર્વોત્તમ પ્રજ્ઞાવાન ઉદ્ધવ આવીને કહે છે કે હે કૃષ્ણ! આપ શું કામ ઉદાસ છો?કૃષ્ણ કહે છે કે મને દેવતાઓએ અને બ્રહ્માએ સંદેશ મોકલ્યો છે કે તમે તમારું બધું જ કર્મ પૂરું કર્યું છે હવે સ્વધામ પાછા આવી જાવ. મારા યદુકૂળમાં જ ઋષિઓનું અપમાન થઈ રહ્યું છે, મહાત્માઓ અને સાધુઓનું અપમાન અને મજાક થઈ રહી છે,આંતરિક કારણોથી બધું જ તૂટી રહ્યું છે, સાત દિવસ પછી દ્વારિકા જળ રાશિમાં ડૂબી જશે, એ જ સમયે કળિયુગ પ્રવેશ કરશે,કળિયુગનો પ્રભાવ છવાઈ જશે. ત્યારે બ્રહ્માએ કૃષ્ણનું અનુસંધાન કર્યું કહ્યું જગતગુરુ! ભગવાન!! મારી સહાય કરો. ન ખાવા યોગ્ય ખાઈએ ત્યારે શરીરમાં વિકાર થાય છે. શરીર એ પૃથ્વીનો વિકાર છે. શરીર શુદ્ધ નથી આત્મા શુદ્ધ છે.શરીર પાણીનો,વાયુનો,આકાશનો વિકાર છે. પિતામહની પ્રાર્થના પછી શ્રીકૃષ્ણએ કહ્યું કે આ રૂપમાં તો ફરી પાછો નહીં આવું જરૂર પડશે તો હંસના રૂપમાં સનતકુમારો પાસે આવીશ. શ્રીમદ ભાગવતમાં હંસ અને પરમહંસની ઘણી જ વાતો મળે છે. અન્યથા ન લેતા પરંતુ કોઈ સાધન કરવાની જરૂર નથી. માત્ર અનુગ્રહ ગુરુકૃપાથી શ્રદ્ધા જન્મ લે છે. કંઈ સમજવાનું કે કંઈ કરવાને બદલે બુદ્ધપુરુષની સામે જોવાથી એની દ્રષ્ટિથી જ આનંદ,આંસુ, આશ્રય,આગમ આ બધું જ અહીં વહેંચાઈ રહ્યું છે. પરમહંસ ગણિતની બહાર હોય છે. રામકથા ન્યાયાલય નહીં ઔષધાલય છે. ઘણા જ સૂત્રો આવે છે એ બધા સત્ય પ્રેમ અને કરુણાનો વિસ્તાર છે, મૂળ આ ત્રણ છે. પરમહંસને કામ કરવા દો. પરમહંસ જે કમજોર છે એને પોતાના ખભા ઉપર પણ ઊંચકી લ્યે છે. શ્રીમદ ભાગવતમાં જડભરત અને રહોગુણનો સંવાદ છે. આ પરમહંસની કથા પૂરેપૂરી નહીં થઈ શકે જેમ સત્ય પ્રેમ અને કરુણા છે એ જ રીતે કદાચ ત્રણ કથાઓ કરવી પડશે. ત્રીજા પરમહંસ તરીકે શબરીને ગણી શકાય. શબરી મહિલા છે,અબલા છે,ભીલ સ્ત્રી છે.આપણે માતૃશક્તિને પાછળ રાખી છે હું આગળ રાખી રહ્યો છું. પ્રાણના બે લક્ષણ:ભૂખ અને તરસ. દેહના બે ધર્મ:જન્મ અને મૃત્યુ.મનના બે ધર્મ:શોક અને મોહ છે.

કથા પ્રવાહમાં નામકરણ સંસ્કાર બાદ વિશ્વામિત્ર સાથે વનગમન.અહલ્યા ઉદ્ધાર તેમજ પોતાનું લીલા કાર્ય શરૂ કરવાનું કામ કરે છે એ કથાનો સંવાદ થયો.

 

અમૃતબિંદુઓ:

પરમહંસનાં લક્ષણો:

પરમહંસનું પહેલું લક્ષણ પ્રાણની પુષ્ટતા છે.

પ્રાણમાં કોઈપણ આકાક્ષાની ભૂખ લાગતી નથી એ એની પુષ્ટતા છે.

જેને કોઈ નારાજ ન કરી શકે એ પરમહંસ છે. કોઈપણ સ્થિતિમાં જે શાંત રહે.

પ્રત્યેક ક્રિયાનો સાક્ષી હોય.

સમજદાર અને અણસમજ બંનેનો બોજ ઉઠાવે એ પરમહંસ છે.

પરમજ્ઞાનની હોવા છતાં મૂઢની જેમ વર્તન કરતા હોય એ પરમહંસ છે.

ક્રોધ કરે એને પણ બોધ આપે.

આદિ મધ્ય અને અંતમાં વાસુદેવ જ બધું જ છે એવી સમજણ ધરાવે એ પરમહંસ છે.

બધું જ હોવા છતાં મહિમાવંતના ચરણની રજને પહેચાની લે જાણી લે એ પરમહંસ છે.

સંસારમાં હોવા છતાં લોકવાર્તા નહીં ઉત્તમ વાર્તાલાપ પસંદ કરે, ઉત્તમ શ્લોક સાથે સંવાદ કરે એ અવધૂતી અને પરમહંસનું લક્ષણ છે.

ભારતીય અધ્યાત્મની અંદર ૧૦૮ની આખી માળા પૂરી થાય એટલા પરમહંસો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *