વિવેકાનંદ હંસ,ઠાકૂર પરમહંસ અને મા રસહંસિની છે. વિચાર અને ઉચ્ચારને જોડતો સેતુ રામનામ છે. અયોધ્યાકાંડનો પરમહંસ જનક છે.

 

ઓરિસ્સા દુર્ઘટના માટેની સહાય રાશિ ૧ કરોડને પાર પહોંચી.

ત્રીજા દિવસની કથા પ્રારંભે બાપુએ કહ્યું કે ઓરિસ્સાની દુર્ઘટના માટે એક કરોડ રૂપિયા જેટલી રકમ એકત્રિત થઈ છે અને આવનારા દિવસોમાં એની વ્યવસ્થાઓ થશે.

રામચરિત માનસમાં ૨૩ વખત હંસ શબ્દનો પ્રયોગ થયો છે.ત્રણ શબ્દ:વિચાર વિવેક,વચન વિવેક,વર્તન વિવેક આપણે ત્યાં દેખાય છે.ઠાકૂર પરમહંસ એ વચન વિવેકી છે.એક વખત બોલે સો નિહાલ! સ્વામીજી ભણેલા ગણેલા છે.બૌદ્ધિક છે, તર્ક કરે છે એ વિચાર વિવેક છે. ઠાકૂર ક્યારેય નારાજ ન હતા ઓળખી ગયેલા કે આનામાં ઉછળકૂદ છે એક દિવસ આવશે.ગુરુ પ્રતીક્ષા કરે છે.૨૩વખત હંસ શબ્દમાં એક વખત પરમસાધુ શબ્દ છે.મારી દ્રષ્ટિમાં એ પરમહંસ છે. પરમહંસની વ્યાખ્યા પરમ સાધુ પાસે અટકે છે પરમ સાધુની વ્યાખ્યા કરીએ તો પરમહંસની વ્યાખ્યા થાય છે. ક્ષિપ્રા નદીના તટ ઉપર મહાકાલના મંદિરમાં એક આદિ પરમહંસ એક એ વખતના પરમહંસ એક વર્તમાન પરમ સાધુ ભૂશુંડી બેઠા હતા એ તિહાઇ છે.માં શારદા રસહંસિની છે. વિવેકાનંદ હંસ છે,ઠાકૂર પરમહંસ છે,માં શારદા રસ હંસિની છે. મા ઠાકૂરના શરણમાં મુકતાચલને પસંદ કરતી હતી. કોઈ પણ મહાપુરુષ,મારા અનુભવમાં સંભાવનાઓ નિહાળી શકે છે, પહેલેથી જાણી જાય છે. આવો શ્રોતા નસીબવંત વક્તાને મળે છે. ભીડ તો ઘણી જ મળી જાય છે એમાંથી જ કોઈક મળે છે.અષ્ટાવક્ર કહેતા કે જનક જેવો શ્રોતા નસીબદારને જ મળે છે. ઠાકૂર કહેતા કે મને વિવેકાનંદ મળ્યો છે. વિશિષ્ટ પ્રકારનો મેઘ વિશિષ્ટ માછલીને શોધે છે કારણ કે એની બુંદમાંથી એ મોતી પકાવી શકે. અવધૂત શુકદેવને પરીક્ષિત મળે છે. કોઈપણ મહાપુરુષનું અવતરણ જગતમાં થાય ત્યારે ત્રણ આંખ-બાપની, મા ની અને ગુરુની તેને નિહિત કરે છે. સાકાર અને નિરાકારમાં સેતુ કોણ છે?વિચાર નિરાકાર છે જોકે આજનું વિજ્ઞાન વિચારને પણ અંકિત કરે ત્યાં સુધી પહોંચેલું છે. આપણા સનાતન વિજ્ઞાન પણ ખૂબ જ આગળ હતું. જે વિચારને ફળ ન આવે એવા વિચારને ઝડપથી કાઢી નાખવો જોઈએ. જે ઉચ્ચાર સાકાર છે. બંનેને જોડનાર સેતુ રામનામ છે રામનામ નિરાકાર છે ઉચ્ચારો તો સાકાર છે. બાપુ કહે હું જવાબ આપી શકું એવા જ પ્રશ્ન પરમાત્મા આપની પાસે પૂછાવે છે.

સમંદર કે જૈસે હૈ નૈના તુમ્હારે,મેં ચલા આ રહા હું કિનારે કિનારે;

કહાં જા રહે થે કહા આ ગયે હૈ, કહાં લે ગયે હે તુમ્હારે ઇશારે,

ઇતના અનુભવ તો પક્કા હો ગયા હૈ,

હમ હૈ ઉનહી કે વો હે હમારે.

તમારા મોરારીબાપુ પર પિતા પ્રભુદાસ બાપુની દીર્ઘદ્રષ્ટિએ કામ કર્યું.એ ભણેલ ગણેલ ઓછા હતા પણ આગળનું બહુ જ વિચારતા.ત્રિભુવનદાદાની દિવ્ય દ્રષ્ટિએ કામ કર્યું અને સાવિત્રીમાની દ્રવિભૂત દ્રષ્ટિએ કામ કર્યું,સજળ આંખોએ કામ કર્યું. અધ્યાત્ અનુભવમાં તૃષ્ણા બાધા બને છે. તૃષ્ણા આવી તો સમજો કે ગયા! કૃષ્ણને જે સમર્પિત છે એ બધી જ કૃષ્ણા છે. વ્રજની બધી જ ગોપી, યશોદા,રાધા,અરે મીરાં પણ કૃષ્ણા છે. એમાં સ્ત્રી શરીરની કોઈ જરૂર નથી. કૃષ્ણા એક અવસ્થાનું એક સ્થિતિનું નામ છે. જડ સમાધી અને ભાવ સમાધિ વચ્ચેનું અંતર પણ બાપુએ બતાવેલુ.ઓશો કહેતા:મુલ્લા પતિ પત્ની બંને સૂતેલા એ વખતે મુલ્લાની પત્નીએ પૂછ્યું કે આપણી ઘરે દીકરાનો જન્મ થાય તો એને ક્યાં સુવડાવશું?મુલ્લા થોડાક ખાટલામાંથી દૂર ખસી ગયા, ફરી પૂછ્યું કે બીજો બાળક આવશે તો ક્યાં સુવડાવશું?મુલ્લા વધારે દૂર ખસી ગયા.ત્રીજી વખત પૂછ્યું કે ત્રીજું બાળક આવશે તો?મુલ્લા વધારે જગ્યા કરવા માટે ખસ્યા અને ખાટલો પછડાયો, અવાજ આવ્યો, દોડીને બધા આવ્યા ત્યારે મુલ્લાએ કહ્યું કે કલ્પનાના બાળકે ખાટલાનો પાયો તોડી નાખ્યો છે! ઘટના ઘટે તો એક ક્ષણમાં ઘટી જાય છે. આધ્યાત્મ યાત્રામાં વધારે પડતી તૃષ્ણા જ બાધા બને છે. જ્ઞાનને એની મેળે જ ઉઠવા દો વધારે કોશિશ ન કરો. કારણ કે છેલ્લી અવસ્થામાં ખૂબ મોટા મોટા લોકોને સન્નેપાત અને બકવાસ કરતા જોયેલા છે. પૂર્ણ તૃષ્ણાથી જે દૂર એને પરમહંસી દૂર નથી.અયોધ્યાકાંડનો પરમહંસ જનક છે.એ રાજર્ષિ છે જીવનભર જીવંત રૂપમાં સમાધિ ભાવમાં રહે એ ચેતન સમાધિ છે અને અચાનક ક્યારેક એકદમ સ્થિત થઈ જાય એ જડ સમાધિ છે.શુકદેવ અવધૂત છે. જડ ભરત અને જનક પણ અવધૂતિને પામ્યા છે. જોગ ભોગ મહું રાખેઉ ગોઈ-પોતાની અનુભૂતિ પરમહંસી વૃત્તિઓને ભોગમાં છુપાવીને જનક રાખે છે.

અમૃતબિંદુઓ:

વ્યવસ્થાના રૂપમાં આવેલો વક્તા એવો શ્રોતા શોધે છે જે પૂરેપૂરો વક્તાને નીચોવી લે,પી લે,પૂરેપૂરો જાણે કે ખાઈ જાય.

રુદ્ર પરમહંસ ગઈકાલે જોયો આજે ભદ્ર પરમહંસ છે.

આધિ એ શારીરિક છે,વ્યાધિ માનસિક અને ઉપાધિ ચૈતસિક છે,

એ ત્રણેથી આગળ છે એને સમાધિ કહીએ.

પ્રમાણિક શ્રોતા,પવિત્ર શ્રોતા, પ્રસન્ન શ્રોતા આ ત્રણ શ્રેણી છે.

પૂર્ણ આશ્રય થઈ જાય ત્યારે માં અને બાપ પણ ગુરુ બની જાય છે.

વિચાર ચરિત્રાર્થ ન થઈ શકે એ ઝેર બની જાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *