ગિફ્ટ સિટી ગાંધીનગરથી પ્રવાહી રામકથાના સાતમા દિવસે બાપુએ જણાવ્યું કે એક જ સત્યને અલગ અલગ નજર જોવાની ઋષિમુનિઓએ આપણને પદ્ધતિ આપી છે અને એ ન્યાયે શિક્ષક,આચાર્યસગુરુ અને સદગુરુનું દર્શન આપણે કરી રહ્યા છીએ.શિક્ષા આપે એ શિક્ષક.ક્યારેક મેં એવું કહ્યું છે અને કોઈ પુસ્તકમાં છપાયું પણ છે કે શિક્ષક શબ્દના અર્થ-શી-એટલે શિસ્તમાં રહે.ખુદ શિસ્તમાં રહે,આખા વર્ગને પણ શિસ્તમાં રાખે. સમયની,સમજની વિદ્યાર્થીઓને શિસ્ત શીખવાડે.ક્ષ એટલે ક્ષમા આપે. .શંકરાચાર્યએ ક્ષમા માંગવા માટે માનું ક્ષમા માટેનું એક સ્તોત્ર લખેલું છે.જે જગદંબાની ક્ષમા માંગે છે. રાત્રે સુતા પહેલા ક્ષમા આપવી કે માંગવી. આ કથા ક્રાઉડ માટે કે પ્રાઉડ માટે નથી.સંખ્યા ઘણી વખત ભ્રમમાં નાખી દે છે. જે પ્રસાદ શબ્દનો અર્થ આપતા બાપુએ કહ્યું એટલે પ્ર એટલે પ્રભુ,સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શનને પણ પ્રસાદ કહી શકાય. અન્ન માત્ર અનાજ નથી એ બ્રહ્મ છે. ભાષાને ચાર જગ્યાએ રાખવી જોઈએ: કપાળમાં રાખવી,કંઠમાં રાખવી,(માનસ-હ્રદયમાં રાખવી,હાથમાં રાખવી).તુલસીજીએ લખ્યું છે કે
ગગન ચઢાઈ રજ પવન પ્રસંગા;
કીચહિ મીલઇ જિમિ નીચ જલ સંગા.
ક્ષમાનું સૂત્ર મારે અને તમારે બરાબર શીખવું પડશે. જગતગુરુ એટલે જ કહે છે હે માં! તું મને ક્ષમા કરજે, ક-નો મતલબ છે જેની આંખોમાં કરુણા હોય. આવો શિક્ષકનો એક અર્થ કરી શકાય. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ એક ગ્રંથાલય બનાવી રહ્યું છે અને એ ગ્રંથાલયનું નામ માનસ આચાર્ય રાખવામાં આવી રહ્યું છે. બાપુએ કહ્યું કે ગુરુ આંધળો ન હોવો જોઈએ શિષ્ય બહેરો ના હોવો જોઈએ. કારણ કે ગુરુ જે કહે એ શિષ્ય સાંભળે નહીં,શિષ્ય જે કરે તે ગુરુને ખબર ન પડે! એવું ન હોવું જોઈએ. ગુરુ શોષણ ન કરતો હોવો જોઈએ. ધન હરે ને ધોખો કરે એ ગુરુ શું કલ્યાણ કરી શકે! આશ્રયમાં આવેલાને ક્યારેક શંકાથી મુક્ત કરે. મોહમાંથી જ કામનાઓ ક્રોધ અને લોભ પ્રગટ થતા હોય છે. સદગુરુ સત્ય પ્રેમ અને કરુણાને ખોલી આપનારો છે, અનાવૃત કરે છે. શિક્ષક એ ધર્મ છે તો આચાર્ય એનો અર્થ છે. ગુરુ આપણા માટે કામ એટલે કે કર્મ પ્રધાન આપનારો છે સદગુરુ મોક્ષ પ્રદાન કરે છે.
કથાપ્રવાહમાં જનકપુરની પુષ્પવાટિકાનો રસાળ પ્રસંગ તેમજ ધનુષ્ય યગ્ય અને ધનુષભંગ બાદ સીતારામજીના વિવાહનાં મધુર પ્રસંગોનું સંવાદી ગાન થયું.
કથામાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અનેક ક્ષેત્રોનાં મહાનુભાવોની હાજરી હતી.
અમૃતબિંદુઓ:
ક્ષમા આપતા અને ક્ષમા માંગતા શીખી લઈએ તો દુનિયાની ઘણી સમસ્યાઓ ઓછી થઈ જાય.
કથા ક્રાઉડ માટે કે પ્રાઉડ માટે નથી.
કામ ક્રોધ અને લોભ એ મોહના ત્રણ દીકરા છે.
બ્રહ્મનું નિવારણ કરવા વ્યાસપીઠ ઉપર બેસીએ છીએ એને જ ભ્રમમાં નાખનાર ક્રાઉડ હોય છે.
ક્ષમા આપતા અને ક્ષમા માંગતા શીખી લઈએ તો દુનિયાની ઘણી સમસ્યાઓ ઓછી થઈ જાય.