શ્રી સાલાસાર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન રાખવામાં આવે છે.
જેમાં ભવ્યાદીભવ્ય જમણવાર તથા દિકરીઓને કન્યાઓને કરિયાવરમાં તમામ સાધન સંપન્ન પણ આપવામાં આવે છે. આ આયોજનમાં તેમની જોડે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ નવ દ્વારા બ્રાહ્મણ દીકરા દીકરીઓને ગામો ગામ ફરી એકત્રિત કરીને બ્રાહ્મણ કપલો લઇ આપવામાં આવે છે. જેમાં બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઈ ત્રિવેદી તથા મહામંત્રી જયંત રાવલની ટીમ આમાં ખૂબ જ સક્રિય ભાગ ભજવે છે.