તારા જન્મ દિવસે તારી જન્મ ભૂમિ વડોદરામાં તારું અવતરણ અને એજ દિવસે જ મારું વડોદરા આવવું અમસ્તું નથી…..
તારું હેત તારો પ્રેમ તારું વ્હાલ તારો સ્નેહ તારી લાગણીઓથી ભલે હું વંચિત રહ્યો પણ તારી હયાતી ના હોવા છતાં તારી અમી ભરેલ આંખડી મને કાયમ નીરખી રહી હોય એવું લાગતું જ રહ્યું છે.તારો દીદાર કરવા કાયમ મારુ મન તડપતુ રહ્યું છે..વડોદરાની આ પાવન તારી જન્મ ભૂમિએ હે માવડી મને હંમેશા તારી યાદ અપાવતી રહી છે ને મારા તન મન અને હૃદયને હંમેશા એક એવી શીતળતા આપી છે જે એક માં જ આપી શકે …તું આજ હયાત નથી તોય આ ભૂમિ માં તું જીવંત લાગે છે.
*હે મારી જનની જનેતા તારા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના*
Happy Birthday Mammy..
🎂🎂🎂😘😘😘🥰🥰❤️❤️🎂🎂🌺🌺🌺😘😘😘🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
Miss u મા…🙏🙏
તારા અગણિત ઉપકારો છે અને મુજ પર કાયમ રે’શે મા,
તે લીધેલા અબજો શ્વાસોથી જ ચાલે છે મારા શ્વાસ મા.
તારા નામ થી જ મારી દુનિયાનું અસ્તિત્વ જીવંત છે મા,
તું જ ન હોત તો મારું અસ્તિત્વ જ આજ ક્યાં હોત મા.
બેહિસાબ બેસુમાર તારા પ્રેમથી જ પામું છું હું શુકુન મા,