બોરીસાગર સાહેબ.. એટલે કે રતિલાલ બોરીસાગરની ખ્યાતિ ભલે હાસ્ય લેખક તરીકેની પણ તેઓ મોટા ગજાના કેળવણીકાર અને ઉચ્ચ સ્તરના ભાષાશાસ્ત્રી પણ છે. તેઓ માતૃભાષા ગુજરાતીને ખૂબ ચાહે.
પોતાની તબિયત કરતાં ગુજરાતી ભાષાની તબિયતની વધુ ચિંતા કરે.
વળી, ચિંતા કરીને બેસી ના રહે.. પોતાનાથી થાય તેટલા પ્રયાસો પણ કરે.
પહેલાં તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં માતૃભાષા ગુજરાતીના વર્ગો ચલાવેલા જેનાં ઉત્તમ પરિણામો આવ્યાં હતાં.
તેમણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે મળીને માતૃભાષા ગુજરાતીના જતન અને સંવર્ધન માટે નિયમિત વ્યાખ્યાનો-વર્ગો શરૂ કર્યા છે.
એક મણકો થઈ ગયો, 13મી મે, 2023, શનિવારે બીજો મણકો છે.
દરેક મણકો સ્વતંત્ર હોવાથી વ્યક્તિ ગમે તે વ્યાખ્યાન-વર્ગથી જોડાઈ શકે.
ગરમી છે, લગ્નગાળો છે, રજાઓ છે.. આ બધુ છે તો સાથે સાથે આપણા બધાના હૃદયમાં મા ગુર્જરી માટેનો ઠાંસોઠાંસ પ્રેમ પણ છે.
અને તેથી જ આપણે ચોક્કસ મળીએ છીએ બોરીસાગર સાહેબના શ્રીમુખેથી મા ગુર્જરીના મહિમાગાનનું શ્રવણ કરવા.
મા માટેના મમતાથી ભરેલા આ ઉપક્રમમાં – ભિખેશ ભટ્ટ, પ્રો. પિન્કી પંડ્યા, અનિલભાઈ રાવલ, પ્રીતિબહેન શાહ, પ્રો. અશ્વિન આણદાણી, બંકિમ મહેતા, રમેશ તન્ના તથા અનેક માતૃભાષા પ્રેમી-મિત્રો સામેલ છે.
નોંધણી કરાવીને આવો તો સારું, પણ કોઈ કારણથી રહી જાય તો આવવાનું માંડી ના વાળતા.
– રમેશ તન્ના (9824034475)