- આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર મળશે
- પાકિસ્તાને સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન. પૂંછ, કૂપવાડા સીમા પર કર્યું ફાયરિંગ. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.
- ભારતના એક્શન પર ડરથી પાકિસ્તાન હચમચ્યું. પાક સૈનિકોને બન્કરમાં રહેવા નિર્દેશ.
- શ્રીનગરમાં આતંકીઓને મદદ કરનારાઓ 93 લોકોના ત્યાં દરોડા: સોર્સ.
- ભારત દ્વારા પાકિસ્તાનમાં દવાઓની સપ્લાય રોકવામાં આવી.
- અટારી બોર્ડેરથી 237 પાકિસ્તાન નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા. 117 ભારતીયો પાછા ફર્યા.
- રજા ઉપર ગયેલા પોલીસ કર્મીઓ-અર્ધ લશ્કરી બળના કર્મીઓ પર થઇ શકે છે આતંકી હુમલો. તમામ રજા પર ગયેલા કર્મીઓને પાછા ફરવા નિર્દેશ: સોર્સ.
- આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ વિમાન મામલે થશે ડીલ.
- આજે 26/11 ના આરોપી તહુવવર રાણાના NIA રિમાન્ડ પુરા થતા પટિયાલા કોર્ટમાં રજૂ કરાશે.
- આજે જયપુર માં કોંગ્રેસ કરશે સંવિધાન રેલી. મલ્લિકાર્જુન ખડગે રહેશે હાજર.
- આજે ઓમકારેશ્વર મંદિર માટે રવાના થશે બાબાની ડોલી
- કાલે યુપી અમેઠી અને રાયબરેલી ના પ્રવાસે જશે રાહુલ ગાંધી.
- NCERT ના નવા પુસ્તકમાંથી દિલ્હી સલ્તનતને હટાવાઇ. કુંભ મેળાને જોડાયું.
- પહેલગામ હુમલાનો દેશ થી લઈ વિદેશ સુધી લોકોમાં રોષ. લંડન, કેનેડા, અમેરિકા, નેપાળ, પેરિસ, નોર્વેમાં કરાયું વિરોધ પ્રદર્શન.
- ગાંધીનગર માં આજે સીએમ વિડીયો કોંફરન્સ દ્વારા શિક્ષણ મુદ્દે કરશે ચર્ચા
- અમદાવાદમાં કાળઝાળ ગરમીની આગાહી. મનપાએ 4 દિવસનું ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર. આજથી રાજ્યમાં ગરમીનું વધશે જોર. રાજકોટમાં 44 ડીગ્રી તાપમાન નોંધાયું.
- અમદાવાદ સાબરમતીમાં BRTS બસે વૃદ્ધને મારી ટક્કર, વૃદ્ધનું મૌત.
- અમદાવાદમાં 10 હજાર માટે યુવકને માર્યા ઢોર મારના સમાચાર: સોર્સ
- ગોંડલ અલ્પેશ કથીરિયાની કાર પર હંમલોમ પોલીસે રાયોટિંગની નોંધી ફરિયાદ. 20ની કરી ધરપકડ.
- પહેલગામ હુમલાને લઈ આજે દાહોદ બંધનું એલાન.
- આજે સીએમ જામનગરના હડિયાણા તાલુકાના શિક્ષકો સાથે કરશે વિડીયો કોનફરન્સથી વાત.
- મહેસાણામાં 9 મહિના બાદ આજથી સીટી બસની થશે શરૂઆત.
- આજે પહેલગામ હુમલાને લઈ અંબાજી બંધનું એલાન. ગબ્બર અને કોટેશ્વર પણ બંધ રાખવા કરાઈ અપીલ.
- પાલનપુરમાં આક્રોશ મહારેલીનું થશે આયોજન. આતંકી હુમલામાં માર્યા ગયેલાને અપાશે શ્રદ્ધાંજલિ: સોર્સ.
- કચ્છના ગાંધીધામ માંથી 29 લાખનું કોકેઇન ઝડપી પડાયું. 2 લોકોની ધરપકડ.