વ્યક્તિ વિશેષ
લેખક:દીપક જગતાપ
………………………………………
27 એપ્રિલ: વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસ
………………………………………
3000થી વધુ ગ્રાફિક
ડિઝાઇન તૈયાર ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર ઋજુતા જગતાપ સાથે અંતરંગ મુલાકાત
………………………………………
ઋજૂતાએ આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2023, ઇન્ડિયન આઇકોન એવોર્ડ :2024 ઇવેન્ટની પુરી ડિઝાઇન તૈયાર કરી
………………………………………
ઝી મ્યુઝિક કંપનીએ “બલમવા” “મ્યુઝિક આલ્બમની પબ્લિસિટી ડિઝાઇનર રૂજૂતા જગતાપનું નામ યૂટ્યૂબ પર મૂકાયું
………………………………………
27 એપ્રિલ વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસ તરીકે ઉજવાય છે.. 27 એપ્રિલ “વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસ” હોય છે.ગ્રાફિક ડિઝાઇન એસોસિએશન્સ ઓફ ઇન્ટરનેશનલ કાઉન્સિલ 1963 માં આ દિવસે સ્થાપના કરવામાં આવી હતી.આ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વભરના ગ્રાફિક્સ અને નવીન ડિઝાઇનિંગ સાથે પ્રગતિની ચર્ચા અને સેમિનારો યોજાય છે.
આજે ગ્રાફિક ડિઝાઇનિંગ એક મોટા વ્યવસાય તરીકે વિશ્વભરમાં ગાજી રહ્યો છે. આજે 3000થી વધુ ગ્રાફિક ડિઝાઇન તૈયારકરનાર ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર ઋજુતા જગતાપ સાથે કરેલી મુલાકાતનાઅંશો પ્રસ્તુત કર્યા છે
દેશભરના મોટા ઇવેન્ટ માટેગ્રાફિક્સ ક્ષેત્રે જાણીતી બનેલી ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર તરીકે ઋજુતા જગતાપનું નામ આજકાલ જાણીતું બની ગયું છે.ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રગતિના શિખરો સર કરી પોતાના ગ્રાફિક કાર્ય ક્ષેત્રનો બહોળો વ્યાપ-વિસ્તાર વધારી દેશભરના મોટા ઇવેન્ટમાટે વાર્ષિક કરાર બધ્ધ થયેલી સૌથી વ્યસ્ત અને સફળ ગ્રાફિક ડિઝાઇનિંગમા ગુજરાતમા મોખરે રહી છે નામાંકિત કંપનીઓની ઈવેન્ટ માટે ગ્રાફિક ડિઝાઇનીંગ કરવાથી માંડીને ટીવી અને બોલિવૂડની જાણીતી હસ્તીઓ માટેની એવોર્ડ્સ ઈવેન્ટ માટે ગ્રાફિક ડિઝાઇનીંગકરવાનું હોય કે મ્યુઝિક આલ્બમ માટે ગ્રાફિક ડિઝાઇનીંગ કરવાનો સફળ શ્રેય ઋજૂતા જગતાપને મળ્યો છે.
જેમાં સુંદર કલ્પનો,આકર્ષક ફ્રેમીંગ નવરંગી કૉન્સેપ્ટસ, તલસ્પર્શી સૂઝબૂઝ વિષયને અનુરૂપ આદાન-પ્રદાન માટેની કૂનેહ વિગેરે ગુણોઅને હાર્ડ વર્કથકી આગળ આવેલી ઋજૂતાની ડિઝાઇનો આજકાલ ચર્ચામા હોવા ઉપરાંત ખૂબ લોકપ્રિય બની છે
ઋજૂતા જગતાપના જણાવ્યા અનુસાર હું આ ફિલ્ડમાં 10 વર્ષથી કામ કરું છું.અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઇન તૈયાર કરી છે.આમ તો મેં ઘણી ઇવેન્ટ્સમાં કામ કર્યું છે. જેમકે વેડિંગ્સ માટે ડિઝાઇન કરું છું. પ્રોડક્ટ ડિઝાઇનિંગ,જવેલરી ડિઝાઇન, લોગો ડિઝાઈન, પોસ્ટર ડિઝાઇનો પણ બનાવી છે.
બોમ્બેમાં મોટી ઇવેન્ટ યોજાઈ ગઈ.જેનું નામ હતું “આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2023.. આ ઇવેન્ટનું પૂરું ડિઝાઇનિંગનું કામમેં કર્યું છે. આ ઈવેન્ટમાં મોટી મોટી સેલિબ્રિટીઝ,બિગ સ્ટાર્સ, ટીવી એક્ટર્સ, આ લોકોને એમના સારા કામ માટે એવોર્ડ આપવામાં આવે છે.જેમકે અનુપમ ખેર,કરણ કુંદરા, વિનીત કપૂર,હિના ખાન,દિયા મિર્ઝા જેવા મોટા મોટા કલાકારો,સેલિબ્રિટીઝ આવ્યા હતાં.આ ઇવેન્ટની પણ સંપૂર્ણ ગ્રાફિક્સ ડિઝાઇન મેં બનાવી છે.
એ ઉપરાંત ચાલુ વર્ષે ઇન્ડિયન આઇકોન એવોર્ડ :2024 ઇવેન્ટની પુરી ડિઝાઇન રૂજૂતાએ તૈયાર કરીછે જે ખૂબ લોકપ્રિય થઇ છે. જેમાં કાર્તિક આર્યન, સાનિયા મલહોત્રા, હિના ખાન, કિયારા અડવાણી, મનોજ બાજપાઈ, તેમજ ટીવી સેલિબ્રિટી ને આ એવોર્ડ મળેલો જેની ગ્રાફિક ડિઝાઈન રૂજૂતાએ તૈયાર કરી છે.
એ ઉપરાંત તમને કદાચ ખબર હશે કે “સન બર્ન”નામનો મ્યુઝિક ફેસ્ટિવલ વારાણસીમાં હમણાંજ યોજાઈ ગયો એનીપણ પુરી ડિઝાઇન મેં બનાવી છે.
ખુબજ ટૂંકા ગાળામાં દેશભરના મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરવામાં સફળ રહેલી ગુજરાતની પ્રથમ સફળ ગ્રાફિક યુવા ડિઝાઇનર બની ગઈ છે. આ અગાઉ મુંબઈ ખાતે બે મોટા આઇકોનીક એવોર્ડ ઇવેન્ટ યોજાઈ ગયા જેમાં “આઇકોનિક ગોલ્ડ એવોર્ડ -2021-22″ના ઇવેન્ટ યોજાયા હતા. આ સમગ્ર ઇવેન્ટનું ગ્રાફિક ડિઝાઇનિંગ પણ ઋજુતા જગતાપે કર્યું છે.
એ ઉપરાંત વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંકશન “કાશી યોદ્ધા ગૌરવ સન્માન” ઇવેન્ટની ગ્રાફિક ડિઝાઇન ઉપરાંત “ઇન્ડિયાઝ ટોપ મોડેલ “ની ઇવેન્ટની ત્રણ સીઝન પૂર્ણ થઈ તે ઇવેન્ટની ડિઝાઇન પણ ઋજૂતા જગતાપે જ તૈયાર કરી છે.હવે વિવિધ કંપનીના ઓર્ગેનાઈઝર્સ પણ પોતાની ઇવેન્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે ઋજુતાનો સંપર્ક કરી રહ્યા છે.,એ ઉપરાંતહાલમાં જ ઝી મ્યુઝિક કંપની દ્વારા લોન્ચ કરાયેલ “બલમવા” મ્યુઝિક આલ્બમની પબ્લિસિટી ડિઝાઇનર તરીકે ગુજરાત, રાજપીપલાની ગ્રાફિક ડિઝાઇનર ઋજૂતા જગતાપનું નામ ઝી મ્યુઝિક કંપનીએ યૂટ્યૂબ પર મુકાઈ ચૂક્યું છે.
ઝી મ્યુઝિક કંપની દ્વારા યુટ્યુટ્યુબ પર “બલમવા”નું સોન્ગ રિલીઝ થયાં પછી માત્ર 13દિવસમાંજ તેના 3.8લાખ વ્યુઝ આવ્યા હતા.અત્યંત લોકપ્રિય થયેલ આ ઇવેન્ટની ગ્રાફિક ડિઝાઇન રાજપીપલાની જાણીતી ગ્રાફિક ડિઝાઇનર ઋજૂતા જગતાપે ડિઝાઇનકરી છે. જે ડિઝાઇન પણ ખૂબ લોકપ્રિય થઈ છે.
રૂજૂતાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રાફિક ડિઝાઇનર એક મોડર્ન આર્ટિસ્ટ છે જેણે પોતાની કલા અને ટેક્નિક્સથી કલરફૂલ દુનિયાને અદ્ભૂત બનાવવામાં સફળતા મેળવી શકે છે છે.
આજે ગ્રાફિક ડિઝાઇનરો દરેક દરેક ક્ષેત્રમાં કામ કરતા જોવા મળે છે.ટીવીની જાહેરાતો હોય, જવેલરીબજારમાં જેવલરીની ડિઝાઇન હોય કે ફિલ્મી પોસ્ટર હોય કે વિવિધ કંપનીઓના ઇવેન્ટની ડિઝાઇન હોય કે કે મ્યુઝિક આલ્બમની ડિઝાઇન હોય. કે મોટામોટા કંપનીની જાહેરાતના હોર્ડિંગ્સ હોય કે લોગો બનાવવાના હોય, પોલિટિકલ જાહેરાતો બનાવવાની હોય આ બધી જ ડિઝાઇન બનાવવા પાછળ ગ્રાફિક ડિઝાઇનર ની કલા જ કામ કરતી હોય છે ખાસ કરીને OTT પ્લેટફોર્મ પર મનોરંજન, જાહેરાત, સમાચાર આવે છે એમાં ગ્રાફિક ડિઝાઇનરની ડિઝાઇન કામ કરે છે
અત્રે ઉલ્લેખનીય છે રૂજૂતાએ અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઈનો તૈયાર કરી છે.
ખુબજ ટૂંકા ગાળામાં દેશભરના મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરવામાં સફળ રહેલી ગુજરાતની પ્રથમ સફળ ગ્રાફિક યુવા ડિઝાઇનર બની ગઈ છે.અંગ્રેજી મીડીયમમાં
B. E (E. C )સ્નાતક થયેલ
થયેલ રૂજૂતાએ ગ્રાફિકમાં કેરિયર બનાવતા ગ્રાફિક ડિઝાઇનિંગનો ડિપ્લોમા કર્યા પછી ગ્રાફિક્સમાં કેરિયર બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં બે ત્રણ કંપનીમાં જોબ કર્યા પછી એણે જુદી જુદી કંપની તરફથી તેને ખૂબકામ મળતાં કોરોનામાં જોબ છોડી દીધી. અને પ્રાઇવેટમાં ફ્રીલાંસીગ કામ શરૂ કર્યું.મોડી રાત સુધી સતત કામ કરતી ઋજૂતાની નિત નવી સ્ટાઈલિસ્ટ ડિઝાઈનો કંપનીઓને પસંદ પડતા મોટી મોટી કંપનીઑના ઇવેન્ટની ડિઝાઇનનું કામ મળવા માંડતા હાલ તેની પાસે વિવિધ ઇવેન્ટના વાર્ષિક કોન્ટ્રાક્ટ મળતાં હાલ તે સૌથી બીઝી ડિઝાઇનર બની ગઈ છે.ગુજરાતનું નામ રોશન કરનાર ઋજુતા હાલ ગ્રાફિક ડિઝાઇનિંગ ક્ષેત્રે કામ કરતી સૌથી વ્યસ્ત ડિઝાઇનર ગણાય છે.
“સીટી શોર”ની કેલેન્ડર માટે મોડેલિંગ કરી ચૂકેલ અને 2013ની “મિસ પ્રિન્સેસ “બની ચૂકેલ ઋજુતાએ હવે ગ્રાફિક્સ મા પોતાનું કેરિયર બનાવ્યું છે જેમાં એ ખૂબ સફળ થઈ છે.
આ અંગે ઋજુતાએઆ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા યુવા પેઢીને અને ખાસ કરીને યુવતીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે યુવામહિલાઓ માટે ગ્રાફિક ડિઝાઇનિંગમાં ખૂબ મોટી કારકિર્દી બનાવી શકાય તેમ છે. એમાં ખૂબ લગન, મહેનત અને સારુ કામ કરવાની તમન્ના હોય તો ચોક્કસ આ ક્ષેત્રમાં યુવક યુવતીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે. કોરોનામાં જયારે બધાને જોબ છોડવાનો વારો આવ્યો ત્યારે આ જ એક માત્ર આ વ્યવસાય ગ્રાફિક ડિઝાઇનિંગ ઓનલાઇનથી સતત ચાલુ રહ્યો હતો.ફિલ્મ, રાજકારણ, અન્ય બિઝનેશ, ટીવી, અખબાર, મીડિયા ઉપરાંત એડવરટાઇઝમેન્ટ, ફિલ્મ પોસ્ટર ડિઝાઇન, જવેલરી ડિઝાઇન, ઇવેન્ટ ડિઝાઇન, મ્યુઝિક આલ્બમ ડિઝાઇન,
ફેશન ડિઝાઇન,OTT પ્લેટફોર્મ , વગેરે કામગીરીની ખૂબ ડિમાન્ડ વધી છે ત્યારેઆગામી દિવસોમાં ગ્રાફિક ડિઝાઇનરોની બોલબાલા વધી જાય તો નવાઈનહીં. (
કેરિયર કોઈ પણ ક્ષેત્રમાં બનાવી શકાય છે.લગન હોય. નવા ક્ષેત્રમાં આગળ વધવાની ધગસ હોય, કામની પ્રતિબધ્ધતા અનેસિન્સીયારિટી હોય તોએને સફળ થવામાં કોઈ રોકી શકતું નથી. આજકાલ મહિલાઓ પણ નવીન ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવામાં રસ દાખવી રહી છે. આજકાલ ગ્રાફિક ડિઝાઇનિંગ એક આકર્ષક વ્યવસાય તરીકે દેશભરમાં લોકપ્રિય બની રહ્યો છે જેમાં કામની સફળતા બાદ નામ અનેપૈસો બન્ને મળે છે.ઋજૂતા ગ્રાફિકમા કેરિયર બનાવવામાટે ઉત્સુક યુથ જનરેશન માટે પ્રેરણા સ્ત્રોત જરૂર બની છે.
સંપર્ક: (rujutajagtap7@gmail.com
)(Mo:9426770320)
…………………………,