ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ વિભાગ તથા એન.સી.સી. દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે કાન,નાક તથા ગળાની તબીબી તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.અમદાવાદના જાણીતા ઈએનટી સર્જન ડો. નૈતીક શાહે નિ:શુલ્ક વિદ્યાર્થીઓને તપાસ્યા હતા.જેમાં જરૂરી સલાહ તથા નિદાન કર્યુ હતુ. આ નિ:શુલ્ક કેમ્પમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે પ્રદુષણ તથા દુષીત વાતાવરણથી એલર્જીક સમસ્યાઓ થાય છે.જેનુ વહેલુ નિદાન થવાથી સમાધાન મેળવી શકાય છે. એચ.એ.કોલેજમાં તંદુરસ્તી સંદર્ભના જાગૃતિ ઉભી કરવાના આયોજીત કેમ્પોમાં વિવિધ નિષ્ણાત ડોકટરોને આમંત્રણ આપી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક તથા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.