Ace Softex ગુજરાત કોર્પોરેટ ક્રિકેટ લીગ (GCCL) 2024 ના ભવ્ય સમાપનમાં હિડન બ્રૈન્સ એ (Hidden Brains)જીતી ચેમ્પિયનશિપ

Ace softex ગુજરાત કોર્પોરેટ ક્રિકેટ લીગ (GCCL) 2024 નો રોમાંચક સમાપન આજે થયું, જેમાં હિડન બ્રૈન્સ એ  TCS XI ને હરાવી ચેમ્પિયનશિપ જીતી હતી. આ કાર્યક્રમનું આયોજન એસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમિટેડ (Ace Software Exports Ltd)) દ્વારા ટાઈમ્સ ઑફ ઇન્ડિયા (Times of India)ના સહયોગે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમિટેડ (Ace Software Exports Ltd)ના CEO અને MD અમિત મહેતા, જાણીતા સિનિયર સ્પાઇન સર્જન ડૉ. નીરજ વસાવડા, પ્રખર સર્જન ડૉ. રજની મહેતા, અને રાજકોટના રોટરી ક્લબ મિડટાઉનના અધ્યક્ષ દિવ્યેશ પટેલ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા.

હિડન બ્રૈન્સને ₹50,000 ની નકદ રકમ સાથે GCCL ટ્રોફી મળવા સાથે ચેમ્પિયન તરીકે માન્યતા મળી, જ્યારે TCS XI ને રનર અપ તરીકે ₹21,000 ની નકદ રકમ આપવામાં આવી.

ખેલાડીઓને તેમના ઉત્તમ પ્રદર્શન માટે અનેક એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા. ખાસ કરીને, વિનીથ (TCS_XI) ને સિરીઝના શ્રેષ્ઠ ખેલાડી તરીકે, રોહન ભટ્ટ (TCSXI)ને મેચના શ્રેષ્ઠ પ્રદર્શન માટે અને અબ્બાસ અલી ને સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાથી ગોલ્ડ કોઈન આપવામાં આવ્યા. ઉપરાંત, વિનીથ (TCS_XI) ને સિરીઝમાં સૌથી વધુ છક્કા (11 છક્કા) લાવવાના બદલામાં ગોલ્ડ કોઈન આપવામાં આવ્યું.

સેમીફાઇનલના વિગત (15 ડિસેમ્બર 2024):

· પ્રથમ સેમીફાઇનલ: TCS XI vs માઈલસ્ટોન 11 (Milestone 11)

માઈલસ્ટોન 11 એ ટોસ જીતીને પહેલો બોલિંગ કરવાનો નક્કી કર્યો. TCS_XI એ 12 ઓવરમાં 135/4 નો મજબૂત સ્કોર બનાવ્યો, જેમાં વ્રજેશ સોની એ 83 રન (42 બોલ પર)* બનાવ્યા, જેમાં 5 ફોર અને 7 સિક્સ શામેલ હતા. જવાબમાં, માઈલસ્ટોન 11 ફક્ત 43 રન જ બનાવી શકી અને તમામ 10 વિકેટ ગુમાવી. TCS XI એ આ મેચ 92 રનથી જીતી.મેચના

શ્રેષ્ઠ ખેલાડી: વ્રજેશ સોની (TCS XI) – તેમના ધમાકેદાર 83* રન માટે.

· બીજી સેમીફાઇનલ: હિડન બ્રૈન્સ vs ઇકોસ્મોબ ટાઇટન્સ (Hidden Brains vs Ecosmob Titans)

ઇકોસ્મોબ ટાઇટન્સ એ ટોસ જીતીને પહેલો બોલિંગ કરવાનો નક્કી કર્યો. હિડન બ્રૈન્સ એ 12 ઓવરમાં 119/4 નો સ્કોર બનાવ્યો, જેમાં અનિલ રાવ એ 53 રન (32 બોલ પર) બનાવ્યા, જેમાં 6 ફોર અને 1 સિક્સ શામેલ હતા. જવાબમાં ઇકોસ્મોબ ટાઇટન્સ ફક્ત 86 રન જ બનાવી શકી અને 3 વિકેટ ગુમાવી. હિડન બ્રૈન્સ એ આ મેચ 33 રનથી જીતી.મેચના

શ્રેષ્ઠ ખેલાડી: અનિલ રાવ (હિડન બ્રૈન્સ) – મેચમાં 53 રન બનાવવા બદલ

ભવ્ય ફાઇનલ (15 ડિસેમ્બર 2024):

ફાઇનલ મેચમાં, TCS XI એ ટોસ જીતીને પહેલો બેટિંગ કરવાનો નક્કી કર્યો. TCS XI એ 14 ઓવરમાં 87 રન, 8 વિકેટના નૂકસાન સાથે બનાવ્યા. હિડન બ્રૈન્સ એ લક્ષ્ય પછેડતા 9.1 ઓવરમાં 91/3 નો સ્કોર બનાવીને મેચ 7 વિકેટથી જીતી.
ફાઇનલના શ્રેષ્ઠ ખેલાડી: અનિલ રાવ (હિડન બ્રૈન્સ) – તેમના શાનદાર 58 રન (30 બોલ પર) માટે, જેમાં 9 ફોર અને 2 સિક્સ શામેલ હતા.
TCS XIને ₹21,000 ની નકદ રકમ સાથે રનર-અપ પુરસ્કાર મળ્યો, જ્યારે હિડન બ્રૈન્સએ ₹50,000 ની નકદ રકમ અને ચેમ્પિયન ટ્રોફી જીતી.

એવોર્ડ હાઇલાઇટ્સ:

· મેચના શ્રેષ્ઠ પ્રદર્શન: રોહન ભટ્ટ (TCS XI)
· સિરીઝમાં સૌથી વધુ છક્કા: વિનીથ (TCS XI) – 11 છક્કા
· સિરીઝમાં સૌથી વધુ વિકેટ: રોહન ભટ્ટ (TCS XI) – 10 વિકેટ (ગોલ્ડ કોઈન સાથે પુરસ્કૃત)
· સિરીઝમાં સૌથી વધુ રન: અબ્બાસ અલી – 159 રન (ગોલ્ડ કોઈન સાથે પુરસ્કૃત)
· સિરીઝના શ્રેષ્ઠ ખેલાડી: વિનીથ (TCS XI) (ગોલ્ડ કોઈન સાથે પુરસ્કૃત)

ટિમ એસ તરફથી Amit Mehtaએ મીડિયાને જણાવ્યું હતું કે “આ ઇવેન્ટ બાદ એક ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં નૃત્ય પ્રદર્શન અને જીવંત સંગીત દ્વારા કાર્યક્રમને ખેલ અને કલા ના સમન્વય સાથે વધાવી લેવાયો હતો, અને આ કાર્યક્રમની ભવ્ય સફળતા બાદ આવતા વર્ષે અમારી કંપની આ ટુર્નામેન્ટ ગુજરાતના ચાર શહેરોમાં આયોજિત કરવા જઈ રહી છે ”

એસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમીટેડ (Ace Software Exports Ltd) વિશે માહિતી:

એસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમીટેડ (Ace Software Exports Ltd) જાહેર લિસ્ટેડ કંપની છે જેનું મુખ્ય મથક ભારતમાં છે અને વિદેશમાં પણ તેની ઓફિસો આવેલી છે. 27 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી આ કંપની ડેટા (Data), AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), અને ML (મશીન લર્નિંગ) જેવા પ્રગતિશીલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફુલ-સ્ટેક સોફ્ટવેર કન્સલ્ટિંગ અને ડેવલપમેન્ટ (Full-stack software consulting and development)સેવાઓમાં વિશેષતા ધરાવે છે. એસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમીટેડ વિશ્વભરના વિવીધ ઈન્ડસ્ટ્રીના ક્લાઈન્ટ્સને ડિજીટલ સેવા આપે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *