ચાલો સેકુલર સેકુલર રમીએ…

મળતા સમાચાર મુજબ, બિહારની નીતીશ+લાલુ સરકારે આવનારા વર્ષનું સ્કૂલ કેલેન્ડર બહાર પડ્યું છે. જેમાં કેટલાક વિસ્તારો એવા છે, જ્યાં મુસ્લિમોની વસ્તી વધારે છે ત્યાં રવિવારની રજા કેન્સલ કરીને શુક્રવારની રજા કરી દેવામાં આવી છે. પણ હવે આમાં શું છે? શુક્રવાર તો શુક્રવાર શું કામ વિરોધ હો!

Ok, પણ સેકુલર રમત આટલી સરળ થોડી હોય! એમાં તો હિંદુઓના હૃદય પર એડી મૂકીને મસળવામાં ન આવે ત્યાં સુધી આ રમતા લોકોને શાંતિ થોડી થાય? તો આ રમતમાં આગળ વધતા બિહાર સરકારે આ વિસ્તારમાં મોટા ભાગના હિંદુ તહેવારો જેમ કે રામ નવમી, જન્માષ્ટમી વગેરેની રજા કેન્સલ કરી મૂકી અને તે રજાઓને ઈદના દિવસની પછીના દિવસ સાથે જોડીને એક મીની વેકેશન જાહેર કરી દીધું.

ચાલો, તો દેશની એકતા જાળવી રાખતી સેકુલર રમત કેવી લાગી? Shhhhhhhhhhh… કોઈએ હંગામો કરવાનો નથી દેશની એકતા આવી રીતે જ ચાલે સમજ્યા? અને હા, આ ગુજરાતી સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજાનો વિરોધ તે પણ બિહાર સરકાર સાથેનું આ લોકોનું દેશની એકતા બનાવી રાખવાનું સંયુક્ત સાહસ જ છે… હમજ્યા? નથી હમજ્યા? વાંધો નહીં તમે હજારો વર્ષોથી એવા જ છો તો આ એક પોસ્ટથી શું સમજવાના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *