હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુ તરફથી શ્રદ્ધાંજલિ અને સહાય

 

છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ મોટા પાયાનું નુકસાન થવા પામ્યું છે. તાજેતરના અખબારી અહેવાલો અનુસાર એકલા હિમાચલ પ્રદેશમાં જ 7000 કરોડ થી વધુ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સીમલા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદને કારણે જમીન અને મકાનોનું મોટે પાયે ધોવાણ થયું છે અને એને લીધે 60થી વધુ લોકોના મૃત્યુ પણ થયા છે. મૃત્યુનો કુલ આંકડો ઘણો વધે તેવી ભિંતી પણ સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ તમામ મૃતકોને એમની શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિજનોને ₹15,000 પ્રમાણે કુલ મળીને 9 લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.

હિમાચલ પ્રદેશના સ્થાનિક અધિકારીઓ પાસેથી મૃતક લોકોની અને તેમનાં નજીકના સ્વજનોની વિગતો મેળવવામાં આવી રહી છે અને રામકથાના હિમાચલ પ્રદેશના શ્રોતાઓ દ્વારા આ સહાયતારા રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે. પૂજ્ય બાપુએ આ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

 

14 thoughts on “હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુ તરફથી શ્રદ્ધાંજલિ અને સહાય

  1. Pingback: Thai Take out
  2. Pingback: betflix wallet
  3. Pingback: supplements
  4. Pingback: jinny888
  5. Pingback: jili slot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *