જિંદગી ક્યારેય રિયાઝ કરવાનો મોકો આપતી જ નથી માટે અત્યારે જ જીવી લ્યો.
જેને યાત્રા કરવી છે એણે રસ્તો ક્યાંથી નીકળ્યો એ નહીં પણ ક્યાં જઈ રહ્યો છે એ જોવું જોઈએ.
ગંગામાં સ્નાન કરવા જતી વખતે નાહીને જવું નથી પડતું.
બુદ્ધ પુરુષ પાસે જેવા છીએ એવા જ જવાનું છે
નવમો દિવસ તા-૩ ઓગસ્ટ ગુરુવાર ઘૃષ્ણેશ્વર ઇલોરા(મહારાષ્ટ્ર)સવારે ૧૦થી૧:૩૦
રામચરિતમાનસમાં જ્યાં અનેક ઘટનાઓ આકારિત થઇ છે એ પૌરાણિક સ્થળ ગોમતી-ગોદાવરી નદી પાસેનું નાસિક-ત્રંબક,વિખ્યાત ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગની કથાનો શ્રીચંદ્ર લોન રીસોર્ટ ખાતેથી આરંભ કરતા બાપુએ કહ્યું કે ક્યારેક આગળ ક્યારેક પાછળ સતત વરસાદનો અભિષેક થઈ રહ્યો છે. કોઈએ પૂછ્યું કે ઈર્ષા ખૂબ જ આવે છે શું કરવું જોઈએ?બાપુએ કહ્યું કે દંડ ભોગવવાની તૈયારી રાખો.વારંવાર કથા સાંભળવા છતાં ઈર્ષા પીછો છોડતી નથી તો દંડ ભોગવવાની તૈયારી કરવી પડે. ઘણા લોકોને આપણે જોઈએ છીએ,પહેલા જોયેલા એવા હવે દેખાતા નથી.ચહેરા ઉપર બદલાવ છે. બે વાત ચહેરાને વિકૃત કરે છે:એક-ઉંમર આયુષ્ય.પરંતુ જેનું ભજન હોય એની ઉંમર ચહેરાને વિકૃત થવા દેતી નથી.બુઢાપો પણ રમણીય લાગે છે.સોક્રેટીસ, રામકૃષ્ણ પરમહંસ,રમણ મહર્ષિ,જ્ઞાનેશ્વર,એકનાથ, તુકારામ,મીરા,નરસિંહ મહેતા જે જે બુદ્ધ પુરુષ થયા એ બધાની ઉંમર પછી વધારે સારા દેખાય છે. તુલસીજીનો સંકલ્પ છે:
અબ પ્રભુ કૃપા કરૌં એહિ ભાંતિ;
સબ તજિ ભજન કરહું દિન રાતિ.
બાપુએ કહ્યું કે:
યે હસીને ચહેરે મેરી માલા કે દાનેં હૈ;
નિગાહેં ફિરૌતા હું ઈબાદત હો જાતી હૈ!
ઈર્ષા ચહેરો વિકૃત બનાવી દે છે.આપણે અંતકાળમાં જે કંઈ વિચારીને મરીએ છીએ એ જ ફરી પાછું બનવું પડે છે એવું ગીતકાર કહે છે. આત્મપ્રતીતિ કહે છે કે દંડ ભોગવવો જ પડે. ઈર્ષા દ્વેષ અને નિંદા આજના અભિષેકની આ ત્રણ ઘટના જોઈશું. જિંદગી ક્યારેય રિયાઝ કરવાનો મોકો આપતી જ નથી માટે અત્યારે જ જીવી લ્યો. જેને યાત્રા કરવી છે એણે રસ્તો ક્યાંથી નીકળ્યો એ નહીં પણ ક્યાં જઈ રહ્યો છે એ જોવું જોઈએ.ગંગામાં સ્નાન કરવા જતી વખતે નાહીને જવું નથી પડતું. બુદ્ધ પુરુષ પાસે જેવા છીએ એવા જ જવાનું છે.અહીં પણ રામાયણ સાથે જોડાયેલી કથા ગૌતમ ઋષિ અહલ્યાનો પણ ઉલ્લેખ છે.એક સમયે ભયંકર દુષ્કાળ પડ્યો. ગાયો કીડી મકોડા ખાવા માંડી.વર્ષાનો અભાવ જ દુકાળનું કારણ નથી.ચાર વસ્તુનો દુકાળ:વિચારોનો દુકાળ, ભાવનો દુકાળ,વિવેકનો દુકાળ અને સમર્પણનો દુકાળ પણ પડ્યો.આવે વખતે વરસાદની જરૂર હોય છે અને કોઈ બુદ્ધ પુરુષ સમય-સમય પર આવે છે વરસે છે અને વિચારોનો દુકાળ ખતમ કરી નાખે છે. ગૌતમે યમની સાધના કરી તેને ખૂબ જ મોટી ઉંમરનું વરદાન મળ્યું પણ દુકાળ ન ગયો ત્યારે કહ્યું કે વરુણની સાધના કરો.ગૌતમે વરુણની સાધના કરી અનુરાધાર વરસાદ થયો.ગૌતમે હળ જોડવા માટે કર્મથી પ્રેરિત કર્યા. લોક મંગળની સાધના જોઈ મહાદેવ પ્રગટ થયા એ જ આ ત્રંબકેશ્વર છે. ગૌતમે ચાર સંહિતા ચાર સૂત્ર આપ્યા:ઇન્દ્રિય પર સંયમ, પ્રાણી માત્ર પ્રત્યે દયા,પરોપકાર અને નિરાભિમાનપણું.જેમ જેમ સફળ થયા ઈર્ષા નિંદા અને દ્વેષ વાળા લોકોનો સમાજ વધ્યો.ગૌતમને પાડવાની કોશિશો થઈ અને એક વખત ગાયને લાકડી મારવા જતા ગાય મરી ગઈ.ગૌહત્યાના પાપનુ ષડયંત્ર કરી અને ખૂબ જ વિરોધ થયો.ગૌતમે એ સ્થળ છોડવાનું નક્કી કર્યું એ દિવસ હતો દેવઊઠી એકાદશી.કહ્યું કે મને પ્રાયશ્ચિત બતાવો.ત્રણ વખત પૃથ્વીની પરિક્રમા અને ત્રણ વખત ગંગા સ્નાનનું પ્રાયશ્ચિત બતાવ્યું.ત્યારે ત્રંબકેશ્વર કહે છે કે હું જ પૃથ્વીનો દેવતા છું અને મારા પરની ગંગા ગોમતી બની અને અહીં આવી એ આ સ્થળ છે.
આવતિકાલે હેરિટેજ સાઇટ ઇલોરા પાસે ઘૃષ્ણેશ્વર શિવનો આ છે મહિમા:
ઘુષ્મેશ્વર તરીકે પણ ઓળખાતું ગ્રીષ્નેશ્વર, મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીકના ઈલોરા ગામમાં આવેલું ભારતનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે,જે ભગવાન શિવને સમર્પિત છે.
ગ્રીષ્નેશ્વર જ્યોતિર્લિંગ મંદિર એક પ્રાચીન મંદિર હોવાનું માનવામાં આવે છે, તેની ઉત્પત્તિ પ્રાચીન સમયથી છે.હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર તે વિવિધ દંતકથાઓ સાથે સંકળાયેલ છે,જેમાંથી એક કુસુમા નામની એક ધર્મનિષ્ઠ મહિલાનો સમાવેશ થાય છે,જેણે ભગવાન શિવને અત્યંત ભક્તિ સાથે પ્રાર્થના કરી હતી.તેમની ભક્તિથી પ્રભાવિત થઈને, ભગવાન શિવ તેમની સમક્ષ પ્રગટ થયા અને જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થયા.
મંદિરનું સ્થાપત્ય પ્રાચીન હિન્દુ મંદિરોની લાક્ષણિકતા છે,જેમાં જટિલ કોતરણી અને શિલ્પો છે જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે.મંદિરના ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગ છે,જે ભક્તો માટે પૂજાનું મુખ્ય ઉદ્દેશ્ય છે.
ગ્રીષ્નેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની એક વિશિષ્ટ વિશેષતા એ છે કે તેનું સ્થાન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ,પ્રખ્યાત ઇલોરા ગુફાઓને અડીને આવેલું છે.ખડકમાંથી કોતરેલી આ ગુફાઓ હિંદુ, બૌદ્ધ અને જૈન સ્થાપત્ય શૈલીના મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે અને ઐતિહાસિક અને કલાત્મક મહત્વ ધરાવે છે.
10 thoughts on “બે વસ્તુ ચહેરાને વિકૃત કરે છે:ઉંમર અને ઇર્ષા.”