Skip to content
પ્રભુ ને પ્રારબ્ધ વચ્ચે થોડાં ઘણાં વૈચારિક તડાં લાગે છે
જે પોતે લબાડ હોય ને તેને જ બીજાં ઉતાવળા લાગે છે
મન વિકૃત હોય છે જેનું તેને વિશ્વમાં બધે સડાં લાગે છે
આજીવન નિરાશાનાં જ પૂજારી છે ખોળિયે ખોળિયે
આશાવાદ આવાં ઓથમીરોને તો વાતોનાં વડાં લાગે છે
અઢાર અંગ ખુદનાં વાંકાં લઈને ફરતાં ઊંટ સરીખાઓને
આભને પણ ટેકા દેનાર સોટાંઓ અમસ્તા ખડા લાગે છે
પ્રભુમાર્ગે જ ચાલે છે તેનુંય પ્રારબ્ધ હોય છે બહુધા વિકટ
પ્રભુ ને પ્રારબ્ધ વચ્ચે થોડાં ઘણાં વૈચારિક તડાં લાગે છે
સક્રિય દુર્જન કરતાં ય નડે છે સજ્જનનો દ્વેષ,નિષ્ક્રિયતા
ગદ્દાર જયચંદ,નિરૂત્સાહી જ કરતાં શલ્યનાં ટોળાં લાગે છે
-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી