નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન
કમિટીની નિમણૂક કરાઈ
વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ સહીત પાંચ સદસ્યોંની કસ્ટોડિયન કમિટી નિમાઈ
રાજપીપલા:
ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન
નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન
કમિટીની નિમણૂક કરાઈછે.
આ કસ્ટોડિયન કમિટીમા
ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,વાઈસ ચેરમેન અજયસિંહ પરમાર,
કમલેશભાઈ પટેલ,પૂર્વ વનમંત્રી શબ્દ શરણ તડવી અને ચતુરભાઈ પટેલની
નિમણૂક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે નર્મદા સુગરની ચૂંટણી અગાઉ યોજાઈ ચુકી હતી. પરંતુ કોર્ટમેટર ચાલી રહ્યું હોઈ નર્મદા સુગરનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે સરકારે પાંચ સભ્યોનીકસ્ટોડિયન
કમિટી નિમી છે. જે નર્મદા સુગરનો વહીવટ સંભાળશે. નર્મદા સુગરના ડિરેક્ટર સહીત સભાસદોએ નવા વરાયેલા કમિટી સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા