એચ.એ.કોલેજના વાર્ષિક એન.એસ.એસ. કેમ્પનો પૂર્ણાહુતી સમારોહ યોજાયો.

ગુજરાત ભારત સમાચાર


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. યુનીટના વાર્ષિક કેમ્પના છેલ્લા દિવસે પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કેમ્પની મુખ્ય થીમ G20 સંદર્ભે વસુધેવ કુટુંમ્બકમ – વન ફેમીલી, વન અર્થ તથા વન ફ્યુચર હતો. આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે જીએલએસ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ધર્મેશ શાહે કહ્યું હતુ કે વિદ્યાર્થીકાળ દરમ્યાન લીડરશીપ, માનવીય મૂલ્યોની સમજણ તથા હકારાત્મક અભીગમ સાથે સકારાત્મક વિચારો અપનાવવા જોઈએ. આ બધાની ટ્રેઈનીંગ એન.એસ.એસમાં જોડાવાથી મળે છે. જીએલએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટસ વેલ્ફેર ડીપાર્ટમેન્ટના ડીન અશ્વીન પુરોહીત કહ્યું હતુ કે શિબીરમાં જોડાવાથી ગ્રામ્ય જીવન કેવુ હોય છે તથા એકબીજાની સાથે ભાઈચાર સાથે કેવી રીતે જીવાય તે શીખવા મળે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે જીવનનો શ્રેષ્ઠ કાળ વિદ્યાર્થી દરમ્યાનનો હોય છે. મહેનત, લક્ષ તથા તૈયારી સાથે સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આ શિબીર દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને ઇનામો એનાયત થયા હતા. સાત દિવસસીય શિબીરમાં પ્રભાત ફેરી, ગ્રામોત્થાનના કાર્યક્રમો, હેલ્થ ચેકઅપ કાર્યક્રમ, જ્ઞાનસત્રનું આયોજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કોલેજના પ્રા.એચ.બી.ચૌધરી, પ્રા.મહેન્દ્ર વસાવા તથા પ્રા.ચેતન મેવાડાએ સમગ્ર શિબીરનું સંચાલન તથા આયોજન કર્યું હતુ.

TejGujarati