બ્લડ પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જતાં 16 વર્ષના વ્યોમનું બ્રેન ડેડ થઈ જતા માતા-પિતાએ તેના દિકરાના ઓર્ગન જરૂરિયાતમંદને ડોનેટ કરવાનો નિર્ણય લીધો

સમાચાર

 

દિકરાના ઓર્ગન ડોનેટ કરી અન્યને જીવનદાન આપ્યું, હવે જીવનદાન મેળવનારમાં દિકરાની યાદો જીવંત રાખી રહ્યા છે

 

અમદાવાદ : શહેરના સંદિપકુમાર મકવાણાના 16 વર્ષના દિકરા વ્યોમનું બ્રેન ડેડ થયા બાદ દિકરાના ઓર્ગન ડોનેટ કરી જરૂરિયાતમંદ વ્યક્તિના શરીરમાં ફરીથી તેમના દિકરા વ્યોમને જીવતો રાખવાનો પ્રયાસ કર્યો. વ્યોમને એક એવી બિમારી હતી જેમાં તેના શરીરના બ્લડમાં આવતા પ્લેટલેટ્સના કાઉન્ટ ખૂબ ઓછા રહેતા હતા જેના લીધે હસતા રમતા 16 વર્ષના વ્યોમને વારંવાર દવાઓના હેવી ડોઝ આપવા પડતા હતા. જ્યારે તેના પ્લેટલેટ્સના કાઉન્ટ ઘટી જતાં ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે તેવી સ્થિતિ થઈ જતી હતી. વ્યોમની આ બિમારીના ઈલાજ માટે તેના માતા વનિતા અને પિતા સંદિપ કુમારે મુંબઈની મોટી હોસ્પિટલમાં પણ તેનો ઉપચાર કરાવવાનો પ્રયાસ કર્યો પણ પ્લેટલેટ્સ કાઉન્ટમાં વધારો નહતો થતો. ડોકટર પણ કહેતા કે આ રોગનો ઈલાજ બરોડનું ઓપરેશન કરવાનું જોખમ લઈ શકીએ, જો ઓછા કાઉન્ટમાં ઓપરેશન કરવામાં આવે તો વ્યોમ ભાનમાં નહિ આવી શકે તેનો ભય પણ હતો. જેથી દવાઓના હેવી ડોઝ સાથે વ્યોમને નોર્મલ જીવન જીવાડવાનો પ્રયાસ કરાવવામાં આવી રહ્યો હતો. પણ એક દિવસ વ્યોમ તેના પિતા સાથે બહાર નીકળ્યો અને ગાડીમાં તેને ખેંચ આવી અને તે હાલતમાં ત્વરિત ધોરણે તેને કે.ડી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં ડોકટરે કહ્યું કે, વ્યોમના પ્લેટલેટ્સ કાઉન્ટ ખૂબ ઓછા છે આવા સંજોગોમાં ઓપરેશન બાદ વ્યોમ ભાનમાં આવશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. હોસ્પિટલમાં રાખ્યા બાદ વ્યોમનું બ્રેન ડેડ થયાના સમાચાર સાંભળતા તેના પિતાએ નક્કી કર્યું કે, વ્યોમને હું બીજા લોકો થકી પણ જીવિત રાખીશ અને તેમણે વ્યોમના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો. જે નિર્ણય બાદ તુરંત વ્યોમનું હાર્ટ, લિવર,નેત્ર તથા બન્ને કિડની ડોનેટ કરવામાં આવ્યા. જ્યારે લંગ્સને હૈદરાબાદ મોકલવામાં આવ્યા, જેના થકી વ્યોમનું હાર્ટ એક 41 વર્ષિય વ્યક્તિને મળતા તેમને નવું જીવન પ્રાપ્ત થયું જ્યારે કિડની 2 વ્યક્તિને ડોનેટ કરાઈ. જે લોકોએ વ્યોમના ઓર્ગન્સ થકી નવું જીવન પ્રાપ્ત કર્યું તે લોકો વનિતાબેન અને સંદિપકુમાર સાથે આજે પણ સંપર્કમાં છે વ્યોમનો ભાઈ તક્ષ પણ આ લોકોમાં વ્યોમની હુફ નો અહેસાસ કરે છે અને હવે તેઓ વ્યોમનાં જન્મદિવસ કે પુણ્યતિથીમાં પણ જોડાય છે. સંજોગો વસાતા કોરોનાકાળમાં કિડની મેળવનાર એક વ્યક્તિનું મોત નીપજ્યું પણ ઓર્ગન મેળવનાર બીજા લોકો આજે પણ વ્યોમના પરિવાર સાથે સંપર્કમાં છે.

 

: ઓર્ગન મેળવનારમાં મારા દિકરાને મળવાનો અહેસાસ થાય છે : સંદિપકુમાર

વ્યોમની યાદમાં તેના પિતાએ મુક્તિધામ તથા વ્યોમઘાટ તૈયાર કરાવ્યું છે અને ત્યાં વ્યોમની પુણ્યતિથિ પર ઓર્ગન મેળવનાર લોકો પણ જોડાય છે. સંદિપકુમારનું કહેવું છે કે, જ્યારે પણ હું ઓર્ગન મેળવનાર વ્યક્તિઓને મળું છું ત્યારે મને તેમના થકી મારા દિકરાને મળવાનો અહેસાસ થાય છે. તેને જીવંત રાખવાનો આનાથી વિશેષ કોઈ ઉપાય નહતો. માટે જ તેની યાદમાં વ્યોમઘાટ તૈયાર કર્યું છે જ્યાં તેની પુણ્યતિથીએ લોકો વ્યોમને યાદ કરશે.

 

TejGujarati