એન્ટાર્કટિકાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી એક વિશાળ આઇસબર્ગ તૂટી ગયો છે. તેનું કદ ગ્રેટર લંડન જેટલું છે. ડરામણી વાત એ છે કે જ્યાં આ આઇસબર્ગ તૂટી પડ્યો તેની નજીક એક રીસર્ચ સ્ટેશન છે. જેથી વૈજ્ઞાનિકો બાલ બાલ બચી ગયા હતા. છેલ્લા બે વર્ષમાં આ બીજી ઘટના છે જ્યારે એન્ટાર્કટિકામાંથી આટલો મોટો બરફનો પહાડ તૂટી પડ્યો છે.
