ગુરુ પરમાત્મા તરફથી મળેલું પરમદાન છે. સત્સંગના નામ ઉપર પણ કુસંગ ચાલી રહ્યો છે. તુકારામના રૂપમાં દક્ષિણમાં સૂરજ ઉગ્યો છે.

ધાર્મિક

 

મારે મુક્તિ નથી જોઇતી,ફરી કથા ગાવા માટે વારંવાર આવવું છે:મોરારિબાપુ.

અભંગ પ્રીતિમાં શરત હોય છે,અભંગ પ્રેમ બે-શરત હોય છે.

રામકથાનો ચોથો દિવસ,બાપુના મુખથી પહેલો શબ્દ નીકળ્યો:બાપ! ગઈકાલે આપણે અભંગ પ્રીતિ વિશે સંવાદ કરેલો.શાસ્ત્ર,વચન સ્મૃતિના અનુભવથી આજે અભંગ પ્રેમ વિશે ચર્ચા કરીએ.અહીં ભક્તિ, પ્રીતિ,પ્રેમ અને સુહાગની વાત થઈ રહી છે ત્યારે પ્રસન્ન ગાંભીર્યથી શ્રવણ કરજો. રામાયણના પાઠકોને યાદ કરાવું કે રામચરિત માનસમાં નવ વખત અબિરલ શબ્દ આવ્યો છે.આઠ વખત અલગ-અલગ વસ્તુ માટે,એક વખત અબિરલ છાંવ-છાંયા,અતિશય ઘન છાંવ માટે આવેલો છે.જો બની શકે તો પરમાત્મા પાસે કંઈ ન માંગતા.આપ બરાબર વિચારશો તો અંતરાત્મા જવાબ દેશે કે વગર માંગ્યે બધું જ મળ્યું છે. આપણે ક્યાં અરજી કરેલી કે સૂરજ આપજો! ચાંદ આપજો! પૃથ્વી જેવી ધીરજ વાળી માં મળી,આપણને ગંગા જમના સરસ્વતી ઇન્દ્રાણી ચંદ્રભાગા મળી છે.વૃક્ષ નતા માંગ્યા,મળ્યા છે.ફળ માંગ્યા નહોતા,એ પણ આપણને મળ્યા છે.ગુરુની માંગ પણ કરી ન હતી. ગુરુ પરમાત્મા તરફથી મળેલું પરમદાન છે. આપણને ગુરુ મળ્યા છે.તો પણ માગ્યા વગર રહી ન શકીએ તો આટલું માંગીએ:

અબિરલ ભગતિ બિરતી સતસંગા;

ચરન સરોરુહ પ્રીતિ અભંગા.

પાંચ રીસ્કી ફેક્ટર છે જે આપણને પરમ અભંગ પ્રેમ તરફ પહોંચવા દેતા નથી.આપણે ક્યાંથી શરૂ કરીએ અવિરલ ભક્તિથી શરૂ કરી પ્રીતિ તરફ પહોંચીએ અથવા પ્રીતિથી ચાલુ કરી અને ભક્તિ સુધી પહોંચીએ.આ પાંચ ફેક્ટર માં એક છે: કુસંગ. સત્સંગ નહીં હોય તો કોઈ ચિંતા નહીં કુસંગ ન કરતા સત્સંગના નામ ઉપર પણ કુસંગ ચાલી રહ્યો છે. ધન્ય છે એ વારકરિ સંપ્રદાય જ્યાં ચાર વર્ષ સુધી બાળકોને ગુરુ પાસે બધું જ શીખવી અને કથા વાર્તા માટે પ્રવચન માટે મોકલવામાં આવે છે.જેમાં પાખંડ છે એ અખંડ પ્રેમ કરી શકતો નથી.એ વખતે કેવું શિક્ષણ હતું!ઇતિહાસના મોટા-મોટા પાશ્ચાત્ય વિદ્વાનો અને આપણા ઉપર રાજ કરનારાઓના પ્રકરણો ભણાવવા પડતા!એક પણ પ્રકરણ તુલસીજીનું કે તુકારામનું નાનકડું પ્રકરણ પણ ન આપ્યું!!જેણે વિશ્વને એક કર્યું છે.વારકરિ સંપ્રદાયનો આ મહિમા બાળકોને તૈયાર કરે છે,ખૂબ જ નિકટ પડે છે.આજે તો સૂરજ ખૂબ સારો દેખાય છે. ઘઉં બાજરી બધા ઉઘાડે તમે કીર્તનકારોને ઉગાડ્યા છે. કોઈ સૂત્ર તુકારામજીએ એવું આપ્યું જે આપણે વિચારતા હોઈએ છીએ.તુકારામના રૂપમાં દક્ષિણમાં સૂરજ ઉગ્યો છે.ઉપનિષદનો છાત્ર કહે છે કે મને પ્રકૃતિએ ગોદ લીધેલો છે એટલે મારા ચહેરા ઉપર તેજ દેખાય છે.રામ ભજન સોઇ મુકુતી ગોંસાઈ…. મોક્ષ અમારે જોતો જ નથી.ભરત માગણી કરે છે કે: *અરથ ન ધરમ ના કામ રુચી,ગતિ ન ચહઉં નિરબાન;

જનમ જનમ રતિ રામપદ,યહિ બરદાન ન આન.

બાપુએ કહ્યું કે:

મારે મુક્તિ નથી જોઇતી,ફરી કથા ગાવા માટે વારંવાર આવવું છે. જ્ઞાન લેવું હોય તો ચારે બાજુ ભરપૂર ભરેલું છે.એક વખત અકબરે પંડિતોને પૂછ્યું કે ત્રણ પ્રશ્નો પૂછું છું,એનો એક જ વાક્યમાં જવાબ આપજો નહીં તો આપને બરખાસ્ત કરી દેવામાં આવશે: ઘોડો ક્યારે રોકાઈ જાય છે?પાન ક્યારે સડી જાય છે?રોટલી ક્યારે બળી જાય છે?પંડિતનો જવાબ હતો: ફેરવવીએ નહીં તો!

અભંગ પ્રેમ યાત્રામાં પાંચ ફેક્ટરમાં એક કુસંગ.બીજું છે વ્યસન.વ્યસન આપણને આધીન હોવું જોઈએ આપણે એને આધીન ન હોવા જોઈએ.ત્રીજું છે ગુરુ નિષ્ઠામાં ભંગ.સાવધાન!ગુરુમાર્ગમાં પ્રલોભન આવશે.પાંચ જગ્યાએ નિષ્ઠા ઓછી ન થવા દેતા: ગુરુનિષ્ઠા,ગ્રંથનિષ્ઠા,નામનિષ્ઠા,મંત્રનિષ્ઠા,ગુરુવચન નિષ્ઠા.ચોથું ફેક્ટર છે:જૂઠું ન બોલવું.આ ખૂબ કઠણ પડે એવું છે.રોજ ૨૧૬૦૦ જપ કરીએ,એક મહિના સુધી આવો જપ કર્યા પછી એક વખત ખોટું બોલીએ તો મહિનાભરનું ભજન ખતમ થઈ જાય છે. અને પાંચમું ફેક્ટર છે આપણે કંઈ ન હોઈએ છતાં બધું જ છીએ એવો દંભ કરવો.અભંગ પ્રેમની યાત્રામાં આ પાંચ રિસ્કી ફેક્ટર છે.અભંગ પ્રેમ અને અભંગ પ્રીતિ વચ્ચે થોડુંક અંતર છે.ગુરુની વાણીમાં સંકેત હોય છે, બાળપણમાં સાંભળેલું એ સ્મૃતિઓ આજે આવી રહી છે,મેં જે મેળવ્યું એ આપને વહેંચી રહ્યો છું. અભંગ પ્રીતિમાં શરત હોય છે,અભંગ પ્રેમ બે-શરત હોય છે. પ્રીતિના સ્ટેજ ઉપર શરત એ છે કે તમારા ચરણ કમળ જેવા હોવા જોઈએ તો જ પ્રીતિ થશે. પ્રીતિ કરનાર અપેક્ષા કરે છે.બીજી શરત છે તમારા ચરણ નિર્લેપ હોવા જોઈએ કારણ કે આપનાં ચરણોની ઘણાએ પૂજા કરી હશે.એક શરત છે સરોવરથી નીકળતું હોય એવું કમળ જે રોજ ખીલે અને ખુલે એવા ચરણ કમલની શરત છે.આ બધી શરત.પણ ધન્ય છે એ અસુરને જેમણે શરત ન કહી માત્ર ચરણ જોઈએ.પ્રેમ કોઈ શરત રાખતો નથી અભંગ પ્રેમ બે-શરત હોય છે. પ્રેમ કરવામાં કોઈ લાયકાતની જરૂરત નથી.

 

અબિરલ ભગતિ બિરતી સતસંગા;

ચરન સરોરુહ પ્રીતિ અભંગા.

 

અરથ ન ધરમ ના કામ રુચી,ગતિ ન ચહઉં નિરબાન;

જનમ જનમ રતિ રામપદ,યહિ બરદાન ન આન.

વિણેલાં મોતી:

પરમાત્મા તરફથી મળેલું પરમદાન એટલે ગુરુ.

જેમાં પાખંડ છે એ અખંડ પ્રેમ કરી શકતો નથી.

ઘોડો ક્યારે રોકાઈ જાય છે?પાન ક્યારે સડી જાય છે?રોટલી ક્યારે બળી જાય છે?

જવાબ:ફેરવવીએ નહીં તો!

ગુરુની વાણીમાં સંકેત હોય છે.

પ્રેમ કોઈ શરત રાખતો નથી.

પ્રેમ કરવામાં કોઈ લાયકાતની જરૂરત નથી.

 

 

 

 

 

 

TejGujarati