કોરોના વચ્ચે નોરોવાયરસે ચિંતા વધારી છે. કેરળના એર્નાકુલમ જિલ્લામાં એકસાથે 63 બાળકોએ ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ થઈ. તપાસ કરતા 19 બાળકોમાં નોરોવાયરસ ચેપ જોવા મળ્યો છે. આ સિવાય કેટલાક બાળકોના માતા-પિતામાં પણ આ ચેપની અસર જોવા મળી છે. જે બાદ આરોગ્ય વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે. કારણ કે તેની અસરથી ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓ ઝડપથી વધે છે.
