આદિપુરમાં તેજસ્વી બ્રહ્મછાત્રોનું સન્માન: કર્મકાંડીઓનું પણ બહુમાન. – મહેશ રાજગોર.

ગુજરાત લાઇફ સ્ટાઇલ

આદિપુર-ગાંધીધામ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સભ્યભગિની પરિવારોના કેજીથી અનુસ્નાતક કક્ષા સુધીના 135 તેજસ્વી છાત્ર સાથે છ છાત્રના વિશેષ સન્માનનો સમારોહ તાજેતરમાં પ્રભુદર્શન હોલ ખાતે યોજાયો હતો, જેમાં કર્મકાંડ કરતા છ જેટલા વિપ્રબંધુને પણ સન્માનિત કરાયા હતા.

જેમણે વિવિધ વિષયો પર પ્રેક્ષકોને સમજણ આપી હતી. સંયોજિકા પન્નાબેન જોશીએ આવકાર સાથે સંસ્થાની પ્રવૃત્તિનો હેવાલ આપ્યો હતો. લઘુસાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા સંપાદિત થનાર, સમાજવાડી માટેની જમીનની વિગતો પ્રમુખ ડો. નરેશ જોશી, ટ્રસ્ટી ડો. મનીષ પંડયાએ આપી હતી.

આ કાર્ય માટેની દાનની વિગતો મંત્રી પ્રવણ દવેએ આપી વધુ દાન માટે અનુરોધ કર્યો હતો. સમગ્ર આયોજન હેતલબેન ઓઝા, દક્ષા જોશી, અલ્પા ઓઝા, અંજલિ ભાગવત, નૂતન દવે, લીના ધારક, મીના જાની, માલા દવે, જ્યોત્સના દવે, દીપ્તિ પંડયા, ઉમેશ પંડયા, જીતુ ગામોટ, નીલેશ પંડયા, તુષાર ઓઝા, જય દવે, પ્રતીક જોશી, સંદીપ વ્યાસ તથા અન્યોએ સંભાળ્યું હતું,

જેમાં વિનોદ દવે, રાજેશ ધારક, સુરેશ વ્યાસ તથા અન્યોએ સહયોગ આપ્યો હતો. સંચાલન રેખા પંડયા અને જિજ્ઞા ઓઝાએ તથા આભારવિધિ નયનાબેન દવેએ કરી હતી.

TejGujarati