નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઇન્ડિયા ગાંધીનગરને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાની લેખિત રજૂઆત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઇન્ડિયા ગાંધીનગરને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાની લેખિત રજૂઆત

દિલ્હી- મુંબઈ ૪ લેન નેશનલ ૫૬ માંનર્મદા જિલ્લાના ૩૫ ગામો ના સર્વે નંબરોની જમીન સંપાદિત કરવાની
પ્રક્રિયા મોકૂફ રાખવાની રજુઆત

રાજપીપલા, તા23

દિલ્હી- મુંબઈ ૪ લેન નેશનલ ૫૬ માંનર્મદા જિલ્લાના ૩૫ ગામો ના સર્વે નંબરોની જમીન સંપાદિત કરવાની
પ્રક્રિયા મોકૂફ રાખવાની લેખિત રજુઆત
નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઇન્ડિયા ગાંધીનગરને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કરી છે

ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં આદિવાસી સમાજે દેશના વિકાસ માં ઘણુંયોગદાન આપેલ છે. દેશના વિકાસમાં માનનારો સમાજ છે. પરંતુ દરેક વિકાસમાં ખોટી રીતે
આદિવાસીઓની જમીનો લઇ વિસ્થાપન કરવામાં આવે છે.તેવું પણ ન થવું જોઈએ. એવું અમે
સ્પષ્ટ માનીએ છીએ. દિલ્હી- મુંબઈ ૪ લેન નેશનલ ૫૬ માં ગુજરાતના ઘણા જિલ્લાઓની જેમ
નર્મદા જિલ્લાના ૩૫ ગામો ના ૯૧૨ સર્વે નંબરોના ૨૭૩-૭૯-૫૫ જેટલી જમીન સંપાદિત કરવાની
પ્રક્રિયા હાલ ચાલી રહેલ છે. જે હાલ મોકૂફ રાખવામાં આવે એવી મારી આપને ભલામણ છે.
જેના કારણો નીચે મુજબ છે.
૧) આ વિસ્તાર અનુસૂચી-૫ હેઠળ આવતો હોય,તથા ૧૯૯૬ ના Pesa Act અહી લાગુ છે. ગ્રામસભા
ની પરવાનગી લઇ, લોક સુનવણી કરી ૭૦ % ખેડૂતો ની સંમતિ હોય પછી જ સંપાદિત કરાઈ
જે કરવામાં આવી નથી.

૨) નોટીફીકેશન U/S 3(A) OF NH ACT 1956 હેઠળ જમીન સંપાદન કરવામાં આવે છે. જેથી આજગ્યા નું, જમીન સંપાદન ACT ૨૦૧૩ નું અને ૨૦૧૫ ના ગેઝેટ થી જ થવું જોઈએ. જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળે

૩) હાઇકોર્ટ માં જંત્રી વધારવા માટે રીટ પીટીશન પેન્ડીંગ છે. જેથી નવા જંત્રી ભાવ આવે પછી જ
સંપાદન કરવુ જોઈએ.

૪) દેશ ના આવા તમામ હાઇવે માટે ૪૦ મીટર જમીન સંપાદન કરવામાં નથી આવી, તો સદર
રોડ ૪ લેન માટે ૪૦ મીટર જમીન સસ્તા ભાવે સંપાદન કરવી જોઈએ નહિ.
૫) આ રોડ માં આવતા ખેડૂતો ને પણ અગાઉ ચુકવેલ નવસારી તેમજ બીજા જિલ્લાઓ ની જેમ
વિંઘા ના ૯૬ લાખ રૂપિયા. ફૂટ ના ૯૦૦ રૂપિયા લેખે ચુકવવા જોઈએ તેવી લેખિત રજુઆત કરી છે.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati