1 ફેબ્રુઆરી, 2023થી પાંચ દિવસીય ફ્લોટિંગ ફેસ્ટિવલનું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ 1 ફેબ્રુઆરી 2023 થી

. 90 દિવસ સુધી ટેન્ટ સિટી

ઇ મહિના સુધી યો સાહસિક પ્રવૃત્તિઓ

• એક અદ્વિતિય અને અનન્ય પ્રકારનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ યોજવા માટે તૈયાર છે મધ્યપ્રદેશ

ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ 1 ફેબ્રુઆરી, 2023થી પાંચ દિવસીય ફ્લોટિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે, જે મધ્યપ્રદેશના મંદસૌરની મુલાકાતે આવતા પ્રવાસીઓને અનોખા ફ્લેમ્પિંગ અને સાહસિક પ્રવૃત્તિઓનો અનુભવ પ્રદાન કરે છે. પ્રવાસન અને સંસ્કૃતિના અગ્ર સચિવ અને ટૂરિઝમ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવ શેખર રાએ જણાવ્યું હતું કે આ અનોખો અને તેના પ્રકારનો પ્રથમ ક્લોટિંગ ફેસ્ટિવલ છે જેમાં જમીન, હવા અને પાણી આધારિત સાહસિક પ્રવૃત્તિઓ રહેશે. જેમાં 5મી ફેબ્રુઆરી સુધી 5 દિવસ સુધી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. તે પછી, પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી ૩ મહિના અને સાર્ષિક પ્રવૃત્તિઓ 6 મહિના સુધી ચાલુ રહેશે. પ્રવાસીઓના પ્રતિસાદને જોતા, તેને લાંબા સમય સુધી લંબાવી શકાય છે.

ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ એ પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિકો માટે એક મહાન તહેવાર છે, જે તેમને શહેરની ધમાલથી દૂર કુદરતી વાતાવરણમાં લઈ જાય છે. ફ્લોટિંગ ફેસ્ટિવલમાં ફોટિંગ સ્ટેજ, ફોટિંગ માર્કેટ, બોટ સ્પા, બોટ સફારી, લાઇવ મ્યુઝિક અને ઘણું બધું હશે. આ ઉપરાંત ગાંધીસાગર જળાશય પાસે અનેક રોમાંચક સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ એ એવી જગ્યા છે જ્યાં સાહસના શોખીનો તેમજ પ્રકૃતિપ્રેમીઓ કુદરતની ગોદમાં ગ્લેમિંગનો અનુભવ મળે છે. દરેક લક્ઝરી કેન્દ્રને પ્રીમિયમ સુવિધાઓ, સ્વાદિષ્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભોજન, ઇન્ડોર સ્પોર્ટ્સ કોન્ફરન્સ સુવિધાઓ સાથે આરામદાયક રોકાણની ખાતરી કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. પ્રકૃતિ આધારિત હસ્તકલા વિશે લોકોને જાગૃત કરવા માટે આ વિસ્તારમાં વિવિધ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ પર્યાવરણને અનુકૂળ ઇકો-ફ્રેન્ડલી કારીગરી વિશે જાગૃતિ અને સમજને પ્રોત્સાહન આપવા માટે તે એક સરસ રીત છે.

“ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ એ મધ્યપ્રદેશના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે પ્રારંભિક 10-વર્ષની પહેલ છે. આ પ્રોજેક્ટ સાથે, અમારો હેતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનો છે, જેનાથી તેઓને મધ્યપ્રદેશના વિવિધ આકર્ષણોનો અનુભવ કરવાનો મોકો મળશે. સાથે જ અમે રાજ્યની અંદર ઘણા એવા સ્થળોની શોધ કરી રહ્યા છીએ જે સફળ પ્રવાસન સ્થળો તરીકે વિકસિત થવાની ક્ષમતા ધરાવે છે અને આ દિશામાં અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

TejGujarati