ચાલે છે ….! – બીના પટેલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત

તારી આંખને કેમ કરી સમજાવવું ,
ચારેકોર નીરસતા પથરાઈ છે ,
પણ ,
બહાર કાળી અંધારી રાત ચાલે છે ….!

નીલા દરિયાને કેમ કરી સમજાવવું ,
ચારેકોર ઝીણી જાળ પથરાઈ છે ,
પણ ,
બહાર મીઠાનો મોટો વેપાર ચાલે છે ….!

પ્રિયાની આંગળીઓને કેમ કરી સમજાવવું ,
ચારેકોર તારા મૌનનો શોર ચાલે છે ,
પણ ,
બહાર સ્પર્શનો મહોત્સવ ચાલે છે …!

બાગનાં છોડવાંને કેમ કરી સમજાવવું ,
મ્હેંકને મ્યાનમાં રાખવાનો પ્રયાસ ચાલે છે ,
પણ ,
કોણ જાણે છે , ફૂલોની ઘાત ચાલે છે ….!!

બીના પટેલ

TejGujarati